અમદાવાદઉત્તર ગુજરાતગુજરાતટોપ ન્યૂઝ

વિકૃત માનસિકતાવાળા શિક્ષકો સમાજ માટે ખતરારૂપ: ગુજરાત હાઇકોર્ટ

અમદાવાદ: સગીર વયની બે વિદ્યાર્થીઓને ઘરે બોલાવીને તેમના સાથે શારીરિક અડપલા કરનારા આરોપીઓ ટ્યુશનીયા શિક્ષક આલોક કુમાર સત્યનારાયણ રામબચ્ચન પ્રસાદ સિંઘની જામીન અરજીને ગુજરાત હાઇકોર્ટે કડક વલણ અપનાવીને ફગાવી દીધી હતી.

જસ્ટિસ નિર્ઝર એસ.દેસાઇ સુનાવણી કરતી વખતે આરોપીની જામીન અરજી ફગાવતા ખુબ જ ગંભીર માર્મિક ટકોર કરી હતી કે આવી વિકૃત માનસિકતાવાળા શિક્ષકો સમાજ માટે ખતરારૂપ છે. ખાસ કરીને શિક્ષણ સાથે જોડાયેલા લોકો આ પ્રકારે સગીર બાળકો સાથે શારિરીક છેડછાડ કરે તે કોઈપણ સંજોગોમાં શાંખી શકાય નહીં.

હાઈકોર્ટે વાલીઓને પણ આપી સલાહ

હાઈકોર્ટે સમાજ અને વાલીઓને પણ શિખામણ આપતા જણાવ્યું કે કુમળી બાળકીઓ સાથે થયેલા અડપલાં કે આવા દુષ્કુત્યોની ફરિયાદ કરવા માટે વાલીઓએ પણ હિંમત રાખવી પડે અને આગળ આવવું પડે. ટ્યુશન ક્લાસ પણ એ એક પ્રકારે શિક્ષણ સંસ્થા જ કહેવાય અને તેમાં જો આવા ટ્યુશનીયા શિક્ષકો વિકૃત માનસિકતા દાખલી કુમળી વયની બાળકીઓ સાથે જાતીય સતામણી કરે તે ખુબ જ ગંભીર ગુનાહિત કૃત્ય કહેવાય.

કોર્ટે કહ્યું કે, આ કેસમાં ટ્યુશનિયા શિક્ષકે 14 અને 16 વર્ષની વિદ્યાર્થીનીઓ સાથે શારીરિક અડપલાં કર્યા હતા, પરંતુ બાળકીઓને સારા અને ખરાબ સ્પર્શ વચ્ચેનો ભેદ ખ્યાલ આવે તે સ્વભાવિક છે. આવા શિક્ષકો સમાજ માટે ખતરારૂપ હોઈ આરોપીઓને આવા ગંભીર ગુનામાં જામીન આપી શકાય નહીં.

શહેરના સખેજ વિસ્તારમાં ઓર્ચિડ હાઈટ્રસ ખાતે ઘરમાં જ ટ્યુશન ક્લાસીસ ચલાવતા આરોપી આલોકકુમાર સત્યનારાયણ રામબચ્ચન પ્રસાદ સિંઘની જામીન અરજીનો સખત વિરોધ કરતાં રાજ્ય સરકાર તરફથી અધિક સરકારી વકીલ ઉત્કર્ષ શર્માએ જણાવ્યું હતુ કે, આરોપી પોતાના ઘરે જ બાળકો-વિદ્યાર્થીનીઓને બોલાવી ટ્યુશન ચલાવતો હતો અને તેણે પ્રસ્તુત કેસમાં 16 અને 14 વર્ષની બે વિદ્યાર્થીનીઓને એક્સ્ટ્રા ક્લાસના બહાને ઘરે બોલાવી હતી.

એક્સ્ટ્રા ક્લાસના નામે અડપલા

આ એક્સ્ટ્રા ક્લાસ દરમિયાન 16 વર્ષની સગીરા સાથે શારીરિક અડપલા કર્યા હતા, જેથી સગીરાએ ઘરે જઈને તેની માતાને પોતાની આપવીતિ જણાવી હતી. તે પછી તેની માતાએ અન્ય લોકોને પૂછતા 14 વર્ષની સગીરાએ પણ સ્વીકાર્યું કે, તેણીની સાથે પણ આરીપી શિક્ષક આલોકકુમારે આ પ્રકારે શીરીરિક અડપલા કર્યા હતા.

આમ સમગ્ર ગુનાહિત કૃત્યનો પર્દાફાશ સામે આવ્યો છે. આરોપી શિક્ષકે ગુરૂ-શિષ્યના પવિત્ર સંબંધને લાંછન લગાડતો ગંભીર ગુનો આચર્યો છે. આરોપી વિરૂદ્ધ આ કેસોમાં પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો હોઇ તેની કલમ-9(એફ)માં આરોપીને સાત વર્ષ સુધીની સાની જોગવાઇ છે.

આ પણ વાંચો-અમદાવાદ – ગાંધીનગરમાં U20 સમિટ : વિદેશી મહેમાનોનું ધામધૂમથી સ્વાગત

Back to top button