ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

ભારતના ઉદ્યોગપતિઓએ મને PM બનાવવા કર્યો હતો જૂગાડ; નેપાળ PMના નિવેદનથી ખળભળાટ

કાઠમંડૂ: નેપાળના પીએમ પુષ્પ કમલ દહલ પ્રચંડના નિવેદનથી ખળભળાટ મચી ગયો છે. અસલમાં તેમણે કહ્યું હતું કે એક વખત એક ભારતીય ઉદ્યોગપતિએ તેમને વડાપ્રધાન બનાવવા માટે જૂગાડ કર્યો હતો. બસ શું હતું નેપાળના રાજકારણમાં ખળભળાટ મચી ગયો. વિપક્ષ તેમના રાજીનામાની માંગ કરી રહ્યો છે. વિપક્ષનું કહેવું છે કે વડાપ્રધાનનું આ નિવેદન ખૂબ જ નીચા સ્તરનું છે. તેમને તેમના પદ પર ચાલુ રહેવાનો કોઈ અધિકાર નથી.

પ્રચંડે એમ પણ કહ્યું હતું કે નેપાળમાં પરિવહન ઉદ્યોગમાં અગ્રણી ઉદ્યોગપતિ સરદાર પ્રીતમ સિંહે નેપાળ-ભારત સંબંધોને મજબૂત કરવામાં વિશેષ અને ઐતિહાસિક ભૂમિકા ભજવી છે. પ્રચંડે સોમવારે ‘રોડ્સ ટુ ધ વેલીઃ ધ લેગસી ઓફ સરદાર પ્રીતમ સિંહ ઈન નેપાળ’ પુસ્તકના વિમોચન પ્રસંગે એક કાર્યક્રમને સંબોધિત કરતી વખતે આ ટિપ્પણી કરી હતી.

પ્રચંડે કહ્યું- સરદાર પ્રીતમ સિંહ તેમના માટે ઘણી વખત દિલ્હી ગયા હતા

પ્રચંડે કહ્યું કે સરદાર પ્રીતમ સિંહે મને વડાપ્રધાન બનાવવાના પ્રયાસ કર્યા હતા. વડાપ્રધાને કહ્યું કે મને વડાપ્રધાન બનાવવા માટે તેઓ ઘણી વખત દિલ્હી ગયા અને કાઠમંડુમાં નેતાઓ સાથે અનેક રાઉન્ડની વાતચીત કરી. પ્રચંડના આ નિવેદનની ઘણા લોકોએ ટીકા કરી છે.

નેપાળની મુખ્ય વિપક્ષી કોમ્યુનિસ્ટ પાર્ટીએ બુધવારે વડા પ્રધાનના રાજીનામાની માંગ કરીને સંસદના ઉપલા ગૃહ, નેશનલ એસેમ્બલીની કાર્યવાહીમાં વિક્ષેપ પાડ્યો હતો. ગુરુવારે બપોર સુધી કાર્યવાહી સ્થગિત કરી દેવામાં આવી હતી. સીપીએન-યુએમએલના પ્રમુખ કેપી શર્મા ઓલીએ કહ્યું કે તેઓ વડાપ્રધાન પાસેથી ખુલાસો નથી ઈચ્છતા પરંતુ રાજીનામું ઈચ્છે છે.

ઓલીએ કહ્યું- અમે દિલ્હી દ્વારા નિયુક્ત પીએમ નથી ઈચ્છતા

ભૂતપૂર્વ વડા પ્રધાન ઓલીએ કહ્યું કે તેમની ટિપ્પણીએ રાષ્ટ્રીય સ્વતંત્રતા, ગૌરવ, બંધારણ અને સંસદને ફટકો આપ્યો છે. સીપીએન-યુએમએલ અને આરપીપીના સભ્યોએ સૂત્રોચ્ચાર કર્યા હતા કે નવી દિલ્હી દ્વારા નિયુક્ત વડા પ્રધાનને પદ પર ચાલુ રાખવાનો કોઈ અધિકાર નથી.

નેપાળ: ભારતીય પ્રવાસીઓની સંખ્યા વધી રહી છે

યુએમએલના સાંસદ રઘુજી પંતે નીચલા ગૃહમાં કહ્યું કે વડા પ્રધાને નૈતિક ધોરણે રાજીનામું આપવું જોઈએ. નેપાળી કોંગ્રેસના મહાસચિવ વિશ્વ પ્રકાશ શર્માએ કહ્યું કે વડાપ્રધાનની ટિપ્પણી નિંદનીય છે. તેમની ટિપ્પણી અયોગ્ય છે. વડાપ્રધાન પ્રચંડે કહ્યું કે હંગામો મચાવવા માટે તેમના નિવેદનને વિકૃત કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો-

Back to top button