ગુજરાત

સમગ્ર દેશના માઈભક્તોમાં આનંદ અને હર્ષની લાગણી થાય તેવા સમાચાર

  • નિર્ણય બહુચરાજી સહિત સમગ્ર રાજયમાં આવકારદાયક બનવા પામ્યો
  • મંદિરના શિખરની ઊંચાઈ 86.1 ફૂટ કરવાના નિર્ણયથી લોકોમાં હર્ષની લાગણી
  • બંસી પહાડપુર પથ્થરમાંથી મંદિરનું નિર્માણ કરાશે

સમગ્ર દેશના માઈભક્તોમાં આનંદ અને હર્ષની લાગણી થાય તેવા સમાચાર છે. જેમાં બહુચરાજી મંદિરના શિખરની ઊંચાઈ 86.1 ફૂટ કરવાનો કેબિનેટની બેઠકમાં નિર્ણય લેવાયેલો છે. 71 ફૂટની જગ્યાએ મંદિરની ઊંચાઈ 81 ફૂટ કરવાનો લેવાયેલ નિર્ણયથી લોકોમાં હર્ષની લાગણી વ્યાપી છે. શ્રી બહુચરાજી માતાજીના ભવ્ય મંદિરના નિર્માણ માટે મંજૂરી આપવામાં આવી છે.

આ પણ વાંચો: બિસ્કીટ ખરીદવા આવેલ ટાબરીઓ દુકાનમાંથી રૂ.10 લાખ ચોરી ગયો 

નિર્ણય બહુચરાજી સહિત સમગ્ર રાજયમાં આવકારદાયક બનવા પામ્યો

બહુચરાજી મંદિરના શિખરની ઉંચાઈ 81 ફૂટ કરવા અંગેની ગુજરાત કેબિનેટની બેઠકમાં નિર્ણય કરવામાં આવતાં સમગ્ર દેશના માઈભકતોમાં આનંદ અને હર્ષની લાગણી ઉભી થવા પામી છે. આજથી ચાર મહિના અગાઉ મંદિરની ઉંચાઈ 71 ફૂટ રાખવા માટેની રાજયના ઉદ્યાગમંત્રી બલવંતસિંહ રાજપૂત અને ગૃહમંત્રી હર્ષ સંધવીએ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ ગાંધીનગર ખાતે મળેલી કેબિનેટની બેઠકમાં 71 ફૂટની જગ્યાએ મંદિરની ઊંચાઈ 81 ફૂટ કરવાનો લેવાયેલ નિર્ણય બહુચરાજી સહિત સમગ્ર રાજયમાં આવકારદાયક બનવા પામ્યો છે.

આ પણ વાંચો: રાજ્ય સરકારની નવીન પહેલ એટલે સિમ્યુલેટર કમ એક્ઝિબિશન બસ

બંસી પહાડપુર પથ્થરમાંથી મંદિરનું નિર્માણ કરાશે

આ નિર્ણય બાબતે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા શ્રદ્ધાળુઓની લાગણીને માન આપીને શ્રી બહુચરાજી માતાજીના ભવ્ય મંદિરના નિર્માણ માટે મંજૂરી આપવામાં આવી છે. અને સોમનાથ, દ્ધારકા, પાવાગઢના મંદિરની જેમ બહુચરાજી મંદિરનું નિર્માણ કરાશે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે મુખ્યમંત્રીના સીધા માર્ગદર્શન અને ઉદ્યોગમંત્રી બલવંતસિંહ રાજપૂતના દિશાનિર્દેશન હેઠળ રાજયના પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા માઈભકતોની આસ્થાને ધ્યાનમાં રાખીને બંસી પહાડપુર પથ્થરમાંથી મંદિરનું નિર્માણ કરાશે. મંદિરના હયાત જમીનના ડેટાની માહિતી મેળવવા તથા ડિઝાઈન તૈયાર કરાવવા માટે કન્સલ્ટન્ટ દ્વારા જરૂરી જમીનની વજન સહન કરવાની ક્ષમતા અંગેના ટેસ્ટીંગ રીપોર્ટના આધારે પાયામાંથી શિખર સુધી 86.1 ઊંચાઈ રાખવાનો નિર્ણય લેવાયો છે.

Back to top button