સુપ્રિમ કોર્ટેની કોલેજિયમે ગુજરાત હાઈકોર્ટે માટે મહિલા મુખ્ય ન્યાયાધીશની ભલામણ કરી હતી.સુપ્રીમ કોર્ટ દ્વારા ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે સુનિતા અગ્રવાલની નિમણૂંક કરાઈ છે. આ સાથે ગુજરાત હાઈકોર્ટને આ બીજા મહિલા ચીફ જસ્ટિસ મળ્યા છે.
ગુજરાત હાઇકોર્ટના નવા ચીફ જસ્ટિસ તરીકે સુનિતા અગ્રવાલની નિમણૂક
ભારતના મુખ્ય ન્યાયાધીશ ડી વાય ચંદ્રચુડની આગેવાની હેઠળની સુપ્રીમ કોર્ટ કોલેજિયમે સાત હાઈકોર્ટ માટે મુખ્ય ન્યાયાધીશોના નામની ભલામણ કરી છે. જસ્ટિસ એસ કે કૌલ અને સંજીવ ખન્નાનો સમાવેશ કરતી કોલેજિયમે અલ્હાબાદ હાઈકોર્ટના જજ જસ્ટિસ સુનીતા અગ્રવાલને ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે ભલામણ કરી હતી. જસ્ટિસ સોનિયા ગોકાણી નિવૃત્ત થતાં ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશની ઓફિસમાં ખાલી જગ્યા ઊભી થઈ હતી. તેમના સ્થાને ગુજરાત હાઇકોર્ટમાં સિનિયર જજ આશિષ. જે. દેસાઈ એક્ટિંગ ચીફ જજ તરીકે કાર્યરત હતા.
હાઈકોર્ટના એકમાત્ર મહિલા ચીફ જસ્ટિસ હશે
કૉલેજિયમે કહ્યું: “આ ઉપરાંત, જસ્ટિસ સુનિતા અગ્રવાલના નામ પર વિચાર કરતી વખતે, કૉલેજિયમે એ હકીકતને ધ્યાનમાં લીધી છે કે તેઓ હાઈકોર્ટના એકમાત્ર મહિલા ચીફ જસ્ટિસ હશે કારણ કે હાલમાં હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશોમાં કોઈ મહિલા નથી.
આશિષ દેસાઈને કેરળ હાઇકોર્ટના ચીફ જસ્ટિસ બનાવાયા
સુનિતા અગ્રવાલ અલ્હાબાદ હાઇકોર્ટના જસ્ટિસ હતા. તેઓને હાઇકોર્ટમાં 11 વર્ષ કરતા વધુ જજ તરીકેનો તેમને અનુભવ છે. ગુજરાતના હાલના એક્ટિંગ ચીફ જસ્ટિસ આશિષ દેસાઈને કેરળ હાઇકોર્ટના ચીફ જસ્ટિસ બનાવાયા છે.
આ પણ વાંચો : મેક્સિકોમાં ભયાનક માર્ગ અકસ્માત, બસ ખીણમાં ખાબકી, 27ના મોત, અનેક ઘાયલ