ગુજરાતટોપ ન્યૂઝ

ખુશીના સમાચાર: વંદે ભારત ટ્રેનથી દોઢ કલાકમાં પાલનપુરથી અમદાવાદ પહોંચાશે

Text To Speech
  • તા.7 જુલાઈથી જોધપુરથી સાબરમતી માટે વંદેભારત ટ્રેન શરુ થવાની છે
  • વંદેભારત ટ્રેન જોધપુરથી બપોરે 3:10 કલાકે ઉપડશે
  • માત્ર છ કલાકમાં આ ટ્રેન 448 કિલોમીટરનુ અંતર કાપશે

ગુજરાતના લોકો માટે ખુશીના સમાચાર છે. જેમાં વંદે ભારત ટ્રેનથી દોઢ કલાકમાં પાલનપુરથી અમદાવાદ પહોંચાશે. તેમાં તા.7 જુલાઈથી વંદે ભારત ટ્રેન જોધપુર-સાબરમતી વચ્ચે દોડશે. જેમાં વેસ્ટર્ન રેલવેના જી.એમ. દ્વારા પાલનપુર-અમદાવાદ ટ્રેકનું ઈન્સપેક્શન કરવામાં આવ્યું છે. જોધપુરથી 3:10 કલાકે ઉપડી સાબરમતી સુધી 448 કિમીનું અંતર 6 કલાકમાં કાપશે. સોમવાર, બુધવાર, ગુરૂવાર, શુક્રવાર, શનિવાર અને રવિવારે આ ટ્રેનનો લાભ મુસાફરોને લાભ મળશે.

આ પણ વાંચો: ગુજરાતના ત્રણ જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું 

તા.7 જુલાઈથી જોધપુરથી સાબરમતી માટે વંદેભારત ટ્રેન શરુ થવાની છે

પાલનપુરથી અમદાવાદનું અંતર હવે માત્ર દોઢ કલાકમાં કાપી શકાશે. આગામી તા.7 જુલાઈથી જોધપુરથી સાબરમતી માટે વંદેભારત ટ્રેન શરુ થવાની છે. બુધવારે વેસ્ટર્ન રેલ્વેના જનરલ મેનેજર પણ બનાસકાંઠાના ભીલડી ,ડીસા અને પાલનપુર થઈ અમદાવાદ જવા રવાના થયા હતા. વંદેભારત ટ્રેન જોધપુરથી બપોરે 3:10 કલાકે ઉપડશે અને મારવાડ, ફાલના, આબુરોડ, પાલનપુર, મહેસાણાથી સીધી સાબરમતી રાત્રે 9:10 કલાકે પહોંચશે. માત્ર છ કલાકમાં આ ટ્રેન 448 કિલોમીટરનુ અંતર કાપશે. ઉપરોક્ત ટ્રેન સાંજે 18:25 કલાકે આબુરોડથી ઉપડશે. અને ત્યાંથી રવાના થઈ સાંજે 19:28 કલાકે પાલનપુર આવશે અને પાલનપુરથી 19:30 રવાના થશે. જે રાત્રે 21:10 કલાકે સાબરમતી પહોંચશે. સોમવાર, બુધવાર, ગુરૂવાર, શુક્રવાર, શનિવાર અને રવિવારે આ ટ્રેનનો લાભ મુસાફરોને લાભ મળશે.

જાણો ટ્રેનમાં શું સુવિધા મળશે

વંદેભારત ટ્રેનમાં રિક્લાઈનિંગ અને આરમદાયક બેઠક ઉપરાંત સ્લાઈડીંગ દરવાજા, વ્યક્તિગત રીડીંગ લાઈટ, મોબાઈલ ચાર્જીંગ પોઈન્ટ, ટ્રેનકોલ બટન, બાયો ટોઈલેટ, ઓટોમેટીક એન્ટ્રી અને એક્ઝીટ ડોર.

Back to top button