ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાતના ત્રણ જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું

Text To Speech
  • મહેસાણા અને અરવલ્લી જિલ્લામાં હળવાં ઝાપટાં થવાની શક્યતાઓ
  • ઉ.ગુ.ના ત્રણ જિલ્લામાં ઓરેન્જ એલર્ટને પગલે તંત્ર એલર્ટ
  • અરવલ્લી જિલ્લામાં કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસ્યો

ગુજરાતના ત્રણ જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં ઉત્તર ગુજરાતના 3 જિલ્લામાં ધોધમાર વરસાદની આગાહીથી તંત્ર એલર્ટ થયુ છે. 4 દિવસથી ઉકળાટ વચ્ચે તાપમાન 5 ડિગ્રી ઊંચકાતાં લોકો પરેસેવે રેબઝેબ થયા હતા. રાજ્યમાં આજથી વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થવાની હવામાન વિભાગે આગાહી કરી હતી.

આ પણ વાંચો: GSTની નવી સુવિધાથી વેપારીઓને થશે સરળતા, હવે નહી આવે નોટીસ

અરવલ્લી જિલ્લામાં કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસ્યો

બુધવારે મોડી સાંજે અરવલ્લી જિલ્લામાં કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. જ્યારે રાજ્યમાં આજથી વરસાદનો રાઉન્ડ શરૂ થવાની હવામાન વિભાગે આગાહી કરી છે. દરમિયાન 8 જુલાઈ શનિવારે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા અને પાટણ જિલ્લામાં છૂટા છવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતાઓ હવામાન વિભાગે વ્યકત કરી છે. આગામી પાંચ દિવસના હવામાનની આગાહી કરવામાં આવી છે. તેમાં ત્રણ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

મહેસાણા અને અરવલ્લી જિલ્લામાં હળવાં ઝાપટાં થવાની શક્યતાઓ

મહેસાણા અને અરવલ્લી જિલ્લામાં હળવાં ઝાપટાં થવાની શક્યતાઓ રહેલી છે. મધ્ય ગુજરાતમાં વરસાદની શરૂઆત થઈ ગયા બાદ આગામી સમયમાં ઉત્તર ગુજરાતમાં પણ મેઘરાજા ધબધબાટી બોલાવે તેવી શક્યતાઓ રહેલી છે. 8 જુલાઈ શનિવારે બનાસકાંઠા,સાબરકાંઠા અને પાટણ જિલ્લામાં છૂટા છવાયા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. સળંગ બે દિવસ રાજ્યમાં અનેક વિસ્તાચરોમાં ધોધમાર વરસાદ વરસી શકે છે.

ઉ.ગુ.ના ત્રણ જિલ્લામાં ઓરેન્જ એલર્ટને પગલે તંત્ર એલર્ટ

ઉ.ગુ.ના ત્રણ જિલ્લામાં ઓરેન્જ એલર્ટને પગલે તંત્ર એલર્ટ થયુ છે. શનિવારથી વરસાદે વિરામ લીધો છે અને ચાર દિવસથી અસહ્ય બાફ અને ઉકળાટથી લોકો પરેશાન થઈ રહ્યા છે. ત્યારે વરસાદ થાય તો વાતાવરણમાં ઠંડક પ્રસરી શકે છે. બાફ અને ઉકળાટને કારણે મહત્તમ તાપમાન ચાર થી પાંચ ડિગ્રી ઉચકાયું છે અને હાલ 35 ડિગ્રી સુધી તાપમાન પહોંચ્યું છે.

Back to top button