મહેસાણામાં ઈકો ગાડીના સાયલેન્સર ચોરી કરતી ઈમાનદાર ગેંગ થઈ સક્રિય
- વિજાપુર સીવીલમાં બન્યો બનાવ, ઈકોનું સાયલેન્સર ચોરો ચોરી, જુનુ ફિટ કરી ગયા.
- ગાડી ગેરેજમાં લઈ જતા મામલો આવ્યો સામે.
મહેસાણા જિલ્લામાં થોડા સમય અગાઉ તસ્કર ટોળકીએ અનેક વિસ્તારોમાંથી ઇકોના સાયલેન્સર ચોરી કર્યા હતા. ત્યારે મહેસાણા LCBની ટીમે જેતે સમયે ઈકો સાયલેન્સરની ચોરી કરતી ટોળકીને ઝડપી લીધી હતી. ત્યારે ફરી સાયલેન્સરની ચોરી કરતા તસ્કરો ફરી સક્રિય થયા છે. વિજાપુરના સિવિલમાં પાર્ક કરેલ ઈકોનું સાયલેન્સર ચોરી થયાની ઘટના સામે આવી છે.
વિજાપુર સિવિલ હોસ્પિટલમાં સ્વીપર તરીકે કામ કરતા નવા ભાઈએ વિજાપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું કે, દીકરાના ફુવાજીનું બેસણું હોવાથી ફરિયાદીનો દીકરો GJ02DE9345 નંબરની ઇકો લઇ બેસણામાં જવા નીકળ્યો હતો. જ્યાં રસ્તામાં ગાડી બંધ થઈ જતા ગાડી ગેરેજ પર લાવ્યાં હતા. ગેરેજના કારીગરે ગાડી ચેક કરતા ગાડીમાં ઇકોનું ઓરીજીનલ સાયલેન્સર ન હોતું અને અન્ય કોઈ ગાડીનું સાયલેન્સર લગાવેલું હોવાનું સામે આવ્યું હતું.
ચોરી થયાનું જાણ થતાં કાર ચાલકે વિજાપુર પોલીસમાં ફરિયાદ નોંધાવી:
સમગ્ર મામલે નવા ભાઈને જાણ થતાં તેઓએ વિજાપુર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે અને જાણવ્યું છે કે, 3 જુલાઈના રોજ બપોરે તેઓએ પોતાની ઇકો ગાડી વિજાપુર સિવિલના કેમ્પસમાં પાર્ક કરી હતી. જે ઇકોના 73 હજાર કિંમતના સાયલેન્સરની ચોરી થઈ છે.
આ પણ વાંચો: લગ્રની લાલચ આપી 16 વર્ષીય સગીરાને ભગાડી ગયેલો આરોપી કડીથી ઝડ્પાયો