

વિશ્વ વિખ્યાત અને આસ્થાના પ્રતિક એવા સાળંગપુર ગામે કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને આજે શનિવાર નિમિત્તે દાદાને દિવ્ય મયૂરપંખના વાઘાનો શણગાર કરવામાં આવ્યો હતો. દાદાના સિંહાસનને ફૂલો વડે શણગાર કરવામાં આવ્યો હતો. સાથે મંદિરના પટાંગણમાં મારૂતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.

દાદાને મયૂરપંખના વાઘાનો શણગાર
વિશ્વવિખ્યાત શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર- સાળંગપુરધામ ખાતે શનિવારે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસ સ્વામીના માર્ગદર્શનથી શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાને દિવ્ય મયૂરપંખના વાઘાનો શણગાર કરાયો હતો. સવારે 5:30 કલાકે મંગળા આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી એવં દાદાના સિંહાસનને ફૂલો વડે શણગાર કરવામાં આવ્યો હતો. સવારે 7 વાગ્યે શણગાર આરતી કોઠારી વિવેકસાગરદાસ સ્વામી દ્વારા કરવામાં આવેલી તેમજ મંદિરના પટાંગણમાં મારૂતિ યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

દાદાના દર્શનકરી ધન્યતા અનુભવી
દાદાને દિવ્ય મયૂરપંખના વાઘાનો શણગાર તથા દાદાના સિંહાસનને ફૂલો વડે શણગાર શણગાર કરવામાં આવ્યો હતો. દાદાના શણગારનો ભાવિકોએ રૂબરૂ દર્શન કરી ધન્યતા અનુભવી હતી. તેમજ દેશ-વિદેશમાં વસતા હરિભક્તોએ હનુમાનજીદાદાના શણગારના ઓનલાઈન દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.


