રાજકોટમાં આવેલા જેતપુરના ગોદરા વિસ્તારમાં 6 જર્જરિત મકાનો ધરાશાયી, 3 ના મોત
રાજકોટ: જેતપુરના ગોદરા વિસ્તારમાં 6 મકાનો ધરાશાયી થવાની ઘટના બની છે. ગોદરા વિસ્તારના ઉપરવાસમાં ભારે વરસાદ થતાં ગઢની રાંગની ભેખડ ધસી પડતાં આ દુર્ઘટના સર્જાઇ હતી. જેમાં મળતી માહિતી અનુસાર 6 વ્યક્તિઓ દટાયઈ છે. આ દુર્ઘટનામાં બે બાળકી અને એક વૃદ્ધનનું મોત નિપજ્યા છે.
મળતી માહિતી અનુસાર, જેતપુરના ગોદરા વિસ્તારમાં ઉપરવાસમાં ભારે વરસાદ થતાં વર્ષોજૂની ગઢની રાંગની ભેખડ ધસી પડતાં આ દુર્ઘટના સર્જાઇ હતી. જેમાં બે બાળકી અને એક વૃદ્ધ મહિલાનું મોત નિપજ્યું છે. ત્યાં જ શોધખોળ માટે સ્થાનિકો અને પોલીસ ભારે મહેનતે બચાવ કામગીરી હાથે લીધી છે. બીજી તરફ આ ઘટનાની જાણાકારી મળતા જ ધારાસભ્ય જયેશ રાદડિયા ઘટના સ્થળે પહોંચ્યા છે.
પોલીસ દ્વારા રેસ્ક્યુ હાથ ધરી બહાર કઢાયા:
કાટમાળ નીચે દટાયેલા લોકોને સ્થાનિકો અને પોલીસ દ્વારા રેસ્ક્યુ હાથ ધરી બહાર કઢાયા છે.ધારાસભ્ય જયેશ રાદડિયાએ ઘટનાસ્થળે પહોંચી નિરક્ષણ કર્યું અને બાદમાં હોસ્પિટલમાં ઈજાગ્રસ્તોની મુલાકાત લીધી હતી.મકાન ધરાશાયી થતા વૃદ્ધા જયાબેન રાજુભાઈ મકવાણા તેમજ બે બાળકીઓ મેઘના અશોકભાઈ મકવાણા અને સિદ્ધિ વિક્રમભાઈ સાસડાનું મોત નીપજ્યું છે. હાલ તમામ લોકોને જેતપુર સરકારી હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે.
આ પણ વાંચો: ટ્રેનમાં મુસાફરી કરતાં રાખો સાવચેતી, મોબાઈલ ફોન તથા લેડીઝ પર્સની ચોરી વધી