ઉત્તર ગુજરાતગુજરાતટોપ ન્યૂઝ

હિંમતનગરમાં ‘ગબ્બર ઇઝ બેક’ જેવો કિસ્સો, મૃત બાળકીની સારવાર કરી લાખો રુપિયા પડાવ્યા

Text To Speech

બોલિવુડની ફિલ્મ ‘ગબ્બર ઇઝ બેક’ જેવી હકીકતમાં સામે આવ્યો છે. જેવી રીતે અક્ષયકુમારની ફિલ્મ ગબ્બર ઈઝ બેક ફિલ્મમાં ખાનગી હોસ્પિટલમાં મૃતક વ્યક્તિની સારવાર કરીને આચરવામાં આવતું કૌભાંડ દર્શાવવામાં આવ્યું હતું. આવી જ કંઈક ઘટના હિંમતનગરની એક જાણીતી હોસ્પિટલમાંથી સામે આવી છે. જેમાં મેડીસ્ટાર હોસ્પિટલમાં મૃત વ્યક્તિની 12 કલાક સારવાર કરીને લાખો રુપિયા પડાવ્યા હોવાની વિગતો સામે આવી છે.

હિંમતનગરમાં મૃત બાળકીની સારવાર કરીને લાખો રુપિયા પડાવ્યા

હિમ્મતનગરની જાણીતી હોસ્પિટલમાં મૃતક વ્યક્તિની સારવાર કરીને આચરવામાં આવતું કૌભાંડ ઝડપાયું છે. જેને જોઈને કદાચ તમને અક્ષયકુમારની ફિલ્મ ગબ્બર ઈઝ બેકની યાદ આવી જશે. હોસ્પિટલમાં મૃતક વ્યક્તિની સારવાર કરીને પૈસા પડાવી લેવાના કૌભાંડનો આજે પર્દાફાશ થયો છે. હિંમતનગર શહેરની મેડીસ્ટાર હોસ્પિટલમાં બાળકી મૃત્યુ પામી હોવા છતાં તેને સતત 12લાક હોસ્પિટલમાં સારવાર આપવામા આવી હતી.

હિંમ્મતનગર હોસ્પિટલ-humdekhengenews

સરપ્રાઇઝ ચેકિંગમાં થયો કૌભાંડનો પર્દાફાશ

બાળકીની સારવાર ચાલુ છે એવું રટણ કરીને હોસ્પિટલના સ્ટાફે મૃત બાળકીના કુટુંબીજનોને બાળકીથી દૂર રાખ્યા હતા. આટલું જ નહીં મૃત બાળકીની સારવાર કરીને લાખો રૂપિયા પડાવવામાં આવ્યા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. નાણાં કમાવવાના હેતુથી આચરવામાં આવેલા જનઘન્ય અપરાધનો તપાસમાં પર્દાફાશ થયો હતો. ગાંધીનગર સ્ટેટની ટીમની સરપ્રાઇઝ ચેકિંગમાં આ ચોંકાવનારી વિગતો બહાર આવી હતી.

હોસ્પિટલને બ્લેકલિસ્ટ કરી દંડ ફટકારાયો

સરકાર દ્વારા PMJAY યોજનામાં લાભર્થીનો દવાના સરકાર બીલ ચૂકવતી હોવાથી હોસ્પિટલ તંત્ર આ યોજના હેઠળ મોટી રકમ મેળવવા માટે આ કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું હતું. આ સમગ્ર મામલો સામે આવતા મેડીસ્ટાર હોસ્પિટલને PMJAY યોજનામાંથી બ્લેકલિસ્ટ કરવામા આવી છે. સાથે જ હોસ્પિટલને 14,47,600નો આકરો દંડ પણ ફટકાર્યો હતો.

 આ પણ વાંચો : ખેડામાં આરોપીને થાંભલે બાંધીને માર મારવાનો મામલો , હાઈકોર્ટે રાજ્ય સરકારનો ઉધડો લીધો

Back to top button