ABVP દ્વારા શાળા કોલેજોમાં દબાણ કરીને વિદ્યાર્થીઓને સદસ્ય બનાવાઈ રહ્યા છે: આપ CYSS
- શાળા કોલેજોમાં વિદ્યાર્થીઓને સભ્ય બનાવીને ભાજપની સ્ટુડન્ટ વિંગ લોકશાહીનું હનન કરી રહી છે: આપ CYSS
- તમામ શાળા કોલેજના પ્રિન્સિપાલને વિનંતી છે કે આ કામને રોકવામાં આવે: આપ CYSS
- જો શાળા કોલેજોમાં આવી ઘટના ફરીથી બનશે તો આમ આદમી પાર્ટી તાળાબંધી કરશે અને સમગ્ર ગુજરાત સ્તરે આંદોલન પણ કરશે: આપ CYSS
આમ આદમી પાર્ટીની વિધાર્થી પાંખ CYSSના અમદાવાદ શહેર પ્રમુખ યાત્રિક પટેલ તથા યુવા મોરચા અમદાવાદના પ્રમુખ કુલદીપ ભટ્ટ દ્વારા એક મહત્વપૂર્ણ મુદ્દે પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. CYSS અમદાવાદ શહેર પ્રમુખ યાત્રિક પટેલે મીડિયાને સંબોધતા જણાવ્યું કે, ગુજરાતમાં દિવસેને દિવસે શિક્ષણની સ્થિતિ કથડી રહી છે. ત્યારે બીજી બાજુ ભાજપનું વિદ્યાર્થી સંગઠન એબીવીપી દ્વારા સદસ્યતા અભિયાન ચાલુ કરવામાં આવ્યું છે. આ સદસ્યતા અભિયાન દરમિયાન તે લોકો ચાલુ ક્લાસે શાળા કોલેજોમાં જઈને વિદ્યાર્થીઓને સદસ્ય બનાવી રહ્યા છે, જે ખૂબ જ નીંદનીય બાબત છે. આ બાબતને આમ આદમી પાર્ટી અને આમ આદમી પાર્ટીની સ્ટુડન્ટ વિંગ CYSS કડક શબ્દોમાં વખોડે છે.
આપ CYSS આંદોલનની આપી ચીમકી
જે વિદ્યાર્થીઓએ સભ્ય ન બનવું હોય તેમને પણ સભ્ય બનવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે. અમે દરેક શાળા અને કોલેજના પ્રિન્સિપાલને વિનંતી કરીએ છીએ કે આગામી સમયમાં આ પ્રકારનું કામ કોઈ પણ શાળા કે કોલેજમાં થતું હોય તો તેને અટકાવવામાં આવે. અને જો ફરીથી વિદ્યાર્થીઓ સાથે આવું કામ થયું તો અમે પોલીસને સાથે રાખીને તાળાબંધી પણ કરીશું અને સમગ્ર ગુજરાતમાં આંદોલન પણ કરીશું. નારણપુરા અને મણીનગરની સાથે સાથે બીજા વિસ્તારોમાંથી પણ વિદ્યાર્થીઓની ફરિયાદ આવી રહી છે. આ બાબતને લઈને અમે DEO કચેરીમાં આવેદન આપ્યું છે. ઘણી સરકારી શાળા કોલેજોમાં પણ આ કામ કરવામાં આવ્યું છે અને અમે આને લોકશાહીનું હનન માનીએ છીએ.
આ પણ વાંચો :આદિવાસી યુવક પર પેશાબ કરવાની ઘટનાને લઈ ઈશુદાન ગઢવીએ આપી પ્રતિક્રિયા, જાણો શુ કહ્યું