ગુજરાતટોપ ન્યૂઝ

તુર્કીમાં ગુજરાતી વિદ્યાર્થીઓની કારનો ગમખ્વાર અકસ્માત, 4ના મોત

Text To Speech

તુર્કીમાં એક ગમખ્વાર કાર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં ચાર ગુજરાતી આશાસ્પદ યુવાઓના મોત થયા હોવાનું જાણવા મળી રહ્યું છે. જાણકારી મુજબ તુર્કીમાં હોટલ મેનેજમેન્ટનો અભ્યાસ કરતી ગુજરાતી યુવતી પોતાના મિત્રો સાથે ફરવા માટે નીકળી હતી.

તુર્કીમાં ગમખ્વાર અકસ્માત

તુર્કીમાં બે કાર સામ સામે અથડાતા અકસ્માત સર્જોયો હતો. આ અકસ્માત તુર્કી કિરેનીયા નજીક થયો હતો. જેમાં મૂળ ગુજરાતના 4 વિદ્યાર્થીઓના મોત નિપજ્યા છે. જેમાં બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના ભાગ્રોડિયા ગામની યુવતીનું પણ મૃત્યુ નિપજ્યુ છે.જ્યારે બે લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ જતા તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

તુર્કીમાં અકસ્માત -humdekhengenews

અકસ્માતમાં 4 ગુજરાતી વિદ્યાર્થીઓના મોત

અકસ્માતમાં મૃત્યું પામેલા 4 ગુજરાતીઓ હોટેલ મેનેજમેન્ટ નો અભ્યાસ કરવા માટે તુર્કી ગયા હતા. અકસ્માતમાં જીવ ગૂમાવનાર વિદ્યાર્થીઓના નામ અંજલી મકવાણા (21 વર્ષ), પ્રતાપ કારાવદરા (40 વર્ષ) જયેશ અગાથ ( 21 વર્ષ) અને હીના પાઠક છે.

તુર્કીમાં અકસ્માત -humdekhengenews

પોલીસે હાથ ધરી તપાસ

તુર્કીશ મીડિયા રિપોર્ટ મુજબ, અકસ્માતની આ ઘટના ક્લેપિની ગામ નજીક કાઈરેનિઆ અને કાઈથ્રેઆ હાઈવે પર વહેલી સવારે 3.40 વાગ્યે ઘટી હતી. જો કે આ અકસ્માતનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. , પરંતુ પ્રાથમિક અનુમાન મુજબ, કાર ચાલકે કાબુ ગુમાવતા કાર સામેની લેનમાં આવી ગઈ હતી અને અન્ય કાર સાથે અથડાઈ હતી. જેથી આ અકસ્માત સર્જાયો હતો. આ મામલે હાલ તુર્કીની પોલીસ તપાસ કરી રહી છે. ગુજરાતમાં રહેતા પરિવારજનોને સંતાનોના મોતની ખબર મળતા પરિવાર જનોમાં શોકની લાગણી વ્યાપી છે.

 આ પણ વાંચો : આવતીકાલથી ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, જાણો કયા શહેરમાં પડશે સાંબેલાધાર મેઘ

Back to top button