પાકિસ્તાની પ્રેમિકા 3 દેશોની બોર્ડર ઓળંગીને પ્રેમી માટે ભારત પહોંચી!
કહેવાય છે કે પ્રેમને નાત-જાત ધર્મ કે કોઈ પણ દેશની સરહદો નડતી નથી. આવી જ એક ઘટના દિલ્હીમાં સામે આવી છે. લોકડાઉનમાં PubG રમતી વખતે પ્રેમ થયો અને પછી પાકિસ્તાનની 27 વર્ષની સીમા હૈદર પોતાના ભારતીય પ્રેમી માટે 4 દેશોની સરહદો પાર કરીને ભારત પહોંચી હતી. અહીં તે તેના પ્રેમી સાથે દિલ્હીને અડીને આવેલા ગ્રેટર નોઈડામાં લગભગ 1 મહિના સુધી છુપાઈને રહી હતી.
પોલીસે ઝડપી પાકિસ્તાની પ્રેમિકાને
મહત્વનુ છે કે પ્રેમિકા પાકિસ્તાનથી પોતાના 4 બાળકોને પણ સાથે લાવી હતી. પરંતુ હવે આ મામલાનો ભાંડો ફૂટી ગયો છે. પોલીસે મહિલા અને તેના પ્રેમી સચિનની ધરપકડ કરી છે. નોઈડા પોલીસે આ સમગ્ર મામલે મંગળવારે પ્રેસ કોન્ફરન્સ કરીને તમામ માહિતી આપી હતી. પોલીસે આ પાકિસ્તાની મહિલા ભારત કેવી રીતે પહોંચી અને તેના પરિવારમાં કોણ છે તે તમામ વિગતો જણાવી હતી.
थाना रबूपुरा पुलिस को सूचना मिली थी कि रबूपुरा में एक पाकिस्तानी महिला 04 बच्चों के साथ घूम रही है। उक्त सूचना के संबंध में ADCP ग्रेटर नोएडा द्वारा दी गई बाइट।@Uppolice pic.twitter.com/AJ51gVFYLZ
— POLICE COMMISSIONERATE GAUTAM BUDDH NAGAR (@noidapolice) July 3, 2023
PUBG ગેમથી બંન્ને નજીક આવ્યા
નોઈડા પોલીસના જણાવ્યા અનુસાર મહિલા સીમા હૈદર 27 વર્ષની છે. તે પાકિસ્તાનના સિંધ પ્રાંતની છે અને હાલમાં કરાંચીમાં રહેતી હતી. મહત્વનું છે કે જ્યારે કોરોનાને કારણે લોકડાઉન હતું ત્યારે તેણે PUBG ગેમ રમવાનું શરૂ કર્યું હતું. આ દરમિયાન તેની નોઈડાના સચિન સાથે વાતચીત થઈ હતી. સચિન સાથે સતત વાતચીત ચાલતી હતી અને ત્યાર બાદ બંને એકબીજાની નજીક આવી ગયા હતા. બંન્ને એકબીજાના પ્રેમ પડી ગયા હતા.
ग्रेटर नोएडा में गदर 3 :
प्यार अब भी करता हूं। यह लब्ज है पुलिस कस्टडी में पाकिस्तानी सीमा के प्रेमी सचिन के। @noidapolice @Uppolice #greaternoida pic.twitter.com/W4oFwTpalT
— Jyoti Karki (@Jyoti_karki_) July 4, 2023
આ પણ વાંચો: બાળક બાદ પતિ-પત્ની વચ્ચે વધી ગયુ છે અંતર? આ રીતે વધારો પ્રેમ
પાકિસ્તાની પ્રેમિકાએ ભારતીય પ્રમીને મળવા મકાન વેચ્યુ!
અહીં નોંધવા જેવી બાબત એ છે કે આ પાકિસ્તાની મહિલાનો પતિ દુબઈમાં નોકરી કરતો હતો. ત્યાર બાદ આ મહિલાએ સચિનને મળવા અને ભારત આવવાની યોજના બનાવી. મહત્વનું છે કે પોતાના ભારતીય પ્રેમીને મળવા તેણે મકાન વેચીને પૈસા એકઠા કર્યા હતા. આ મહિલા દુબઈથી નેપાળ થઈને ફ્લાઈટ દ્વારા ભારતમાં પ્રવેશ કર્યો હતો. નેપાળથી તે બસ દ્વારા દિલ્હી પહોંચી અને પછી સચિન સાથે જ રહેવા લાગી હતી. ભારતીય પ્રેમી સચિને પોતાની પ્રેમિકાના રહેવાની વ્યવસ્થા પહેલેથી જ કરી દીધી હતી.
પ્રેમિકા પોતાની સાથે 4 બાળકો પણ ભારત લાવી
નોઈડા પોલીસે જણાવ્યું કે મહિલા ભારત આવવા માંગતી હતી, તેથી તેને નેપાળ થઈને ભારતમાં પ્રવેશવાનો વિકલ્પ યોગ્ય લાગ્યો. ભારતમાં પ્રવેશ માટે તેણે ઘણા વીડિયોસ પણ જોયા. મળતી માહિતી મુજબ, પાકિસ્તાની મહિલા સીમા ગુલામ હૈદરના લગ્ન 2014માં થયા હતા. તેને 4 બાળકો પણ છે. તે ભારતમાં પોતાના બાળકો પણ સાથે લઈને આવી હતી.
કેવી રીતે પહોંચી પાકિસ્તાની મહિલા ભારતમાં?
મહિલાનો પતિ 2019થી દુબઈમાં રહીને ત્યાં ટાઇલ્સ લગાવવાનું કામ કરે છે. અગાઉ પણ તે તેના પતિ સાથે 7 દિવસ માટે ટૂરિસ્ટ વિઝા પર નેપાળના કાઠમંડુમાં આવી હતી. આ વખતે બીજી વખત તેણે તેના 4 બાળકો માટે ટુરિસ્ટ વિઝા બનાવ્યા હતા. મહત્વનું છે કે સીમા હૈદર 5મું ધોરણ પાસ છે અને તેનો ભાઈ પાકિસ્તાની આર્મીમાં ફરજ બજાવે છે. આ બાબતને ધ્યાનમાં લઈને તેના પર જાસુસીની શંકા પણ સેવવામાં આવી રહી છે. કારણ કે વિઝા માટેની તમામ પ્રોસેસમાં પરદા પાછળ કોઈની ભુમિકા હોઈ શકે છે. જે દેશની સુરક્ષા માટે ખતરો ઉભો કરી શકે છે. આ બાબતને ધ્યનામાં લઈને સુરક્ષા એજન્સીઓએ આ પાકિસ્તાની મહિલાની તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો: એવોતો કેવો પ્રેમ પોતાના પતિની પ્રેમી સાથે મળીને હત્યા કરી?