ટ્રેન્ડિંગસાયન્સ એન્ડ ટેકનોલોજી

આ વર્ષે દેખાશે વધુ ત્રણ Supermoon: જાણો શું હોય છે સુપરમૂન?

Text To Speech
  • ખગોળ શાસ્ત્રીઓને ચંદ્રમા  વિશે જાણવાનો ગજબનો લહાવો
  • હજુ ચાર વખત ફુલ મુન જોઇ શકાશે
  • 2023નો ચોથો અને છેલ્લો સુપરમૂન 29 સપ્ટેમબરે દેખાશે

ખગોળ વિજ્ઞાનના શોખીનોને 3 જુલાઇની સાંજે ગજબનો આનંદ મળ્યો, જ્યારે તેમને સુપરમુન જોવા મળ્યો. સુપરમૂન એક અનોખી ઘટના છે, તે ત્યારે સામે આવે છે જ્યારે પૂર્ણિમાનો ચંદ્રમા પોતાની અંડાકાર કક્ષામાં પૃથ્વીની સૌથી નજીક પહોંચે છે. આ કારણે ચંદ્રમા મોટો અને ચમકીલો દેખાય છે.

મોટાભાગે દર વર્ષે 12 ફુલ મુન દેખાય છે, પરંતુ આ વર્ષે ધરતીવાસીઓ 13 વખત પુર્ણ ચંદ્રમાં જોઇ શકશે. પહેલો સુપરમૂન 3 જુલાઇના રોજ જોવા મળ્યો હતો, ઓગસ્ટમાં બે વખત સુપરમૂનનો નજારો જોવા મળ્યો. આ દરમિયાન બ્લુ મૂન પણ જોવા મળશે. જ્યારે ચંદ્રમા આ વર્ષે પૃથ્વીની સૌથી નજીક હશે. 2023નો ચોથો અને છેલ્લો સુપરમૂન 29 સપ્ટેમબરે દેખાશે. 2023માં સુપરમૂન જોવાના હજુ ચાર મોકા આવશે.

આ વર્ષે દેખાશે વધુ ત્રણ Supermoon: જાણો શું હોય છે સુપરમૂન? hum dekhenge news

શું હોય છે સુપરમૂન?

સુપરમૂન એ સમય હોય છે જ્યારે પૂર્ણિમા ચંદ્રમાના અંડાકાર પથમાં તે બિંદુ સાથે મેળ ખાય છે, જ્યાં તે આપણા ગ્રહની સૌથી નજીક પહોંચે છે. નજીક હોવાના કારણે તે રાતના આકાશમાં મોટો અને ચમકીલો દેખાય છે. તેની હેરાન કરતી સુંદરતા તમામને મંત્રમુગ્ધ કરી દે છે. પૃથ્વીથી નિકટતા ખગોળશાસ્ત્રીઓને ચંદ્રમાનો નજીકથી અભ્યાસ કરવાનો મોકો આપે છે. કેટલાય દેશમાં ચંદ્રમાની દુનિયામાં નવા મિશનની શરૂઆત થાય છે. નજીક આવવા દરમિયાન ચંદ્રમા પૃથ્વીથી માત્ર 3,57,418 કિમી દુર રહી જાય છે. ચંદ્રમા આકાશમાં સામાન્ય દિવસોની તુલનામાં મોટો દેખાય છે તેને સૂપરમુન કહેવાય છે.

આ વર્ષે દેખાશે વધુ ત્રણ Supermoon: જાણો શું હોય છે સુપરમૂન? hum dekhenge news

ચંદ્રમા મોટો કેમ દેખાય છે?

સુપરમૂન દરમિયાન ચંદ્રમા પોતાની કક્ષામાં પૃથ્વીની સૌથી નજીક હોય છે. ચંદ્રમા એક ઓપ્ટિકલ ભ્રમના કારણે મોટો દેખાય છે. જ્યારે ચંદ્રમા ક્ષિતિજની નજીક હોય છે તો આપણું મગજ તેને આકાશમાં ઉંચાઇની તુલનામાં મોટો માને છે. ચંદ્રમા અને આ વસ્તુઓની વચ્ચે વિરોધાભાસ એક મોટા ચંદ્રમાનો ભ્રમ પેદા કરે છે. સુપરમૂન દરમિયાન ચંદ્રમા પૃથ્વીની નજીક હોય છે, તો ક્ષિતિજ પર ઉગવા કે અસ્ત થવા પર તે વધુ મોટો દેખાય છે. સુપરમૂન જોવા માટે કોઇ વિશેષ ઉપકરણની જરૂર હોતી નથી. માત્ર કોઇ ખુલ્લી જગ્યાએ જઇને તમે તે જોઇ શકો છો.

આ પણ વાંચોઃ વરસાદમાં નાસ્તા ખરાબ થઇ જાય છે? તાજા રાખવા અપનાવો આ ટિપ્સ

Back to top button