ટ્રેન્ડિંગલાઈફસ્ટાઈલહેલ્થ

વરસાદમાં નાસ્તા ખરાબ થઇ જાય છે? તાજા રાખવા અપનાવો આ ટિપ્સ

Text To Speech
  • વરસાદની સીઝનમાં નાસ્તા ક્રિસ્પી રહી શકતા નથી
  • ઘરમાં રાખેલા આવા નાસ્તા કોઇ ખાવાનું પસંદ કરતુ નથી
  • ભેજવાળા વાતાવરણમાં નાસ્તા કેમ સાચવવા તે મોટુ ટેન્શન

વરસાદની સીઝનમાં ખાવા પીવાની વસ્તુઓ ખાસ કરીને તળેલા નાસ્તા કે ઘરમાં રાખેલા કોઇ પણ સ્નેક્સ હવાઇ જતા હોય છે. તે એટલા ખરાબ થઇ જાય છે કે તેની ક્રિસ્પિનેસ ચાલી જાય છે અને કોઇ તે ખાવાનું પસંદ કરતુ નથી. આવી વસ્તુઓ સાચવવી દરેક વ્યક્તિ માટે મોટો પ્રશ્ન બની જાય છે. આ ઉપરાંત વરસાદની સીઝનમાં ઘરના સામાનમાં પણ જીવડા પડી જાય છે. દરેક વસ્તુ જાણે જલ્દી ખરાબ થઇ જાય છે. હવે આ સીઝનમાં એ જાણવુ જરૂરી છે કે સ્નેક્સ ખરાબ થતુ કેવી રીતે બચાવી શકાય અને સ્નેક્સનો ભરપુર આનંદ લઇ શકાય. તમને એવી કેટલીક ટિપ્સ જણાવીએ જેના લીધે તમે સ્નેક્સને ફ્રેશ અને ક્રિસ્પી રાખી શકો

આ રીતે સ્નેક્સને રાખો ફ્રેશ અને ક્રિસ્પી

ચોમાસામાં ઘરમાં રાખેલા નાસ્તા ખરાબ થઇ જાય છે? તો તાજા રાખવા અપનાવો આ ટિપ્સ hum dekhenge news

કાચની બોટલનો ઉપયોગ કરો

વરસાદની સીઝનમાં પ્લાસ્ટિકના ડબ્બાની જગ્યાએ તમે કાચના જારનો ઉપયોગ કરી શકો છો. કાચની બરણીમાં સ્નેક્સ સ્ટોર કરવાથી તે ઘણા દિવસો સુધી ફ્રેશ રહે છે. જો તમે ખાવા પીવાના ખુબ જ શોખીન હો તો ખાવા પીવાની વસ્તુઓને કાચની બરણીમાં સ્ટોર કરો.

ભેજથી દુર રાખો

સ્નેક્સને ભેજવાળી જગ્યાએ ન રાખો. ભેજ વાળી જગ્યાએ સ્નેક્સ રાખવાથી તે બગડી શકે છે અથવા હવાઇ જાય છે. કેટલાક લોકો નમકીનને ડબ્બામાં નાખીને તેને જમીન પર રાખી દે છે. તેમ ન કરો. ડબ્બાને કેબિન કે બારી પર રાખો.

ચોમાસામાં ઘરમાં રાખેલા નાસ્તા ખરાબ થઇ જાય છે? તો તાજા રાખવા અપનાવો આ ટિપ્સ hum dekhenge news

તડકાથી બચાવો

કેટલાક લોકો માને છે કે નમકીનને તડકામાં રાખવાથી તે ખરાબ થતી નથી, પરંતુ તે વિચાર ખોટો છે. આવું કદી ન કરો આમ કરવાથી નમકીન ખૂબ જલ્દી ખરાબ થઇ શકે છે.

જાર વધુ સમય સુધી ખુલ્લી ન રાખો

ઘણી વખત જાર વધુ સમય સુધી ખુલ્લી રાખવામાં આવે કે ડબ્બો સરખો બંધ કરવામાં ન આવે તો આવી સમસ્યા થઇ શકે છે. સૌથી પહેલા સ્નેક્સને એર ટાઇટ ડબ્બામાં જ રાખો. જારને વધુ સમય ખુલ્લો પણ ન રાખો.

આ પણ વાંચોઃ જો આધાર કાર્ડ એક્સપાયર થઈ જાય તો શું કરવું?

Back to top button