અમદાવાદગુજરાત

સાસુ-સસરા અને પત્નીના ત્રાસથી કર્યો હતો આપઘાત, પોલીસને કાર્યવાહી કરતાં લાગ્યો સમય

અમદાવાદ: શહેરમાં પત્ની અને સાસરીયાના ત્રાસથી પતિના આપઘાત કેસમાં 3 મહિના બાદ પોલીસે સાસરી પક્ષના 12 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધી છે અને 9 લોકોની ધરપકડ કરી લીધી છે. સરખેજ વિસ્તારમાં માર્ચ મહિનામાં અક્ષય ચૌધરી નામના યુવકે પત્ની તથા સાસરીયાના ત્રાસના કારણે પોતે જ્યાં નોકરી કરતો હતો ત્યાં ઓફિસમાં જ આપઘાત કરી લીધો હતો. આપઘાત પહેલા વીડિયો બનાવીને ગંભીર આક્ષેપો સાસરીયા પક્ષ પર કર્યા હતા. હાલમાં મૃતક યુવકની પત્ની ગર્ભવતી હોવાથી તેને હાઈકોર્ટે વચગાળાના જામીન આપ્યા છે.

સાસરીયા પક્ષના ત્રાસથી કંટાળીને કરી હતી આત્મહત્યા:

સરખેજ વિસ્તારમાં સાસરીયા પક્ષના માનસિક ત્રાસથી કંટાળીને જમાઈએ માર્ચ મહિનામાં આત્મહત્યા કરી લીધી હતી. આત્મહત્યા કરતા પહેલા મૃતકે પોતાના મોબાઇલમાં અલગ અલગ વિડીયો બનાવી પોતાની આપવીતી જણાવી હતી. જેમાં સાસરીયા પક્ષ વિરુદ્ધ ગંભીર પ્રકારના આરોપો લગાવ્યા હતા. જે મામલે સરખેજ પોલીસ સ્ટેશનમાં મૃતકના પરિવારજનોએ ફરિયાદ નોંધાવી હતી.

આ પણ વાંચો: Ahmedabad: AMTS બસ ચાલકે વૃદ્ધને અડફેટે લીધા, ધટના સ્થળ પર જ મોત

મૃતકના પિતાએ આ મામલે ફરીયાદ નોંધાવી હતી:

આ મામલે મૃતક અક્ષય ચૌધરીના પિતા દિનેશભાઈ ચૌધરીએ અક્ષયની પત્નિ પ્રિયંકા, સસરા પ્રવીણ, સાસુ ભારતીબેન વગેરે તેમના સગાં સબંધી 12 સામે ફરિયાદ નોંધાવી હતી.

3 મહિના બાદ પોલીસે કાર્યવાહી કરી 9 ને પકડ્યા:

સાસુ-સસરા અને પત્નીના ત્રાસથી કર્યો હતો આપઘાત, પોલીસને કાર્યવાહી કરતાં લાગ્યો સમય

સુત્રો અનુસાર ફરિયાદ નોંધાયાની સાથે જ આ ગુનામાં સામેલ મૃતકના સાસરીયા પક્ષના લોકો બે મહિના સુધી ફરાર રહ્યા હતા. જોકે ઝોન 7 ડીસીપી દ્વારા આ ગુનાની ગંભીરતા જોઈને બોડકડેવ તેમજ સરખેજ પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓની એક ટીમ બનાવી આરોપીઓની શોધખોળ શરૂ કરાવી હતી. પોલીસને મળેલી બાતમીના આધારે વડોદરામાંથી ગુનામાં સામેલ 12 આરોપીમાં થી 9 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જે આરોપીઓમાં પ્રવીણ શિકારી, અમિત ચુનારા, ધર્મેન્દ્ર દાતણીયા, ગીરીશ સિસોદિયા, જ્યોતિકા દાતણીયા, શિલ્પા દાતણીયા, ધર્મીષ્ઠા દાતણીયા, ભાવિકા ચુનારા તેમજ ભારતીબેન શિકારીની ધરપકડ કરવામાં આવી છે.

આ પણ વાંચો: 999 રૂપિયામાં લૉન્ચ કર્યો Jioએ નવો 4G ફોન, જાણો કેટલામાં થશે રિચાર્જ

મૃતકે આત્મહત્યા કરતાં પહેલાં વિડિયો બનાવી આરોપ લગાવ્યા હતા:

આત્મહત્યા કરતા પહેલા બનાવેલા વીડિયોમાં તેને આરોપ લગાવ્યો હતો કે, તેની પત્ની સાસુ, સસરા સહિત મામા સસરા તરફથી હેરાન પરેશાન કરી માનસિક ત્રાસ આપતા હોવાનું જણાવ્યું હતું. એટલું જ નહીં પરંતુ તેના મમ્મી-પપ્પાથી અલગ કરીને ઘર જમાઇ બનવા માટે પણ દબાણ કરવામાં આવી રહ્યું હતું. આ ઉપરાંત પૈસાની પણ માંગણી કરવામાં આવતી હતી. જેથી અંતે કંટાળીને તેણે આત્મહત્યા કરવા મજબુર બન્યો હતો. પોલીસે ધરપકડ કરેલ આરોપીઓમાં તેના સાસુ સસરા સહિત તેની પત્નીનો પણ સમાવેશ થાય છે, જોકે પત્ની ગર્ભવતી હોવાના કારણે હાઈકોર્ટ તરફથી વચગાળાના જામીન આપવામાં આવ્યા છે.

આ પણ વાંચો: શું અપરિણીત કપલ હોટલનો રૂમ બુક કરાવી શકે છે? જાણો નિયમો

Back to top button