ટ્રેન્ડિંગધર્મ

આજે સંકષ્ઠી ચતુર્થીઃ આમ કરી લો ગણેશજીને પ્રસન્ન, જાણો ચંદ્રદર્શનનો સમય

  • અષાઢ વદ ચતુર્થી 6 જુલાઇએ કરવામાં આવશે
  • ચતુર્થીનું વ્રત કરવાથી તમામ વિધ્ન દુર થાય છે
  • ગણેશજી બુદ્ધિ અને સુખ-સમૃદ્ધિના દાતા છે

દર મહિનાની ચતુર્થી તિથિ ભગવાન ગણેશને સમર્પિત છે. દર મહિનામાં બે ચતુર્થી આવે છે. વદમાં આવે તે છે સંકષ્ઠી અને સુદમાં આવે તે છે વિનાયક ચતુર્થી. એવી માન્યતા છે કે આ દિવસે વ્રત રાખવાથી જ્ઞાન અને ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે. ગણેશ ચતુર્થીનું વ્રત રાખવાથી જાતકોના તમામ પ્રકારના વિધ્ન અને સંકટ સમાપ્ત થાય છે. ગણેશજીને શુભતા, બુદ્ધિ, સુખ-સમૃદ્ધિનો દેવતા માનવામાં આવે છે. એવુ કહેવાય છે કે જ્યાં ભગવાન ગણેશનો વાસ હોય છે ત્યાં રિદ્ધિ સિદ્ધિ અને શુભ લાભ પણ વિરાજે છે.

સંકષ્ઠી ચતુર્થીના દિવસે શ્રીગણેશની પૂજા કરવામાં આવે છે. 4 જુલાઇથી ઉત્તર ભારતમાં શ્રાવણ મહિનો શરૂ થાય છે. અહીં અત્યારે અષાઢ મહિનો ચાલી રહ્યો છે. અષાઢ મહિનાના કૃષ્ણ પક્ષની આ ચતુર્થી દરેક ચતુર્થીની જેમ જ મહત્ત્વની છે.

અષાઢ વિનાયક ચતુર્થી પર ખાસ યોગઃ જાણો પૂજા વિધિ અને મહત્ત્વ hum dekhenge news

ચતુર્થીના મુહુર્ત

આ ચતુર્થીની શરૂઆત 6 જુલાઇની સવારે 6.30 વાગ્યે થશે અને તેની સમાપ્તિ રાતે 3.12 વાગ્યે થશે. આવા સંજોગોમાં સંકષ્ઠીનું વ્રત 6 જુલાઇના રોજ રખાશે. આ દિવસે ચંદ્રોદય સમય રાતે 10.12નો છે.

સંકષ્ટી ચતુર્થીના દિવસે શક્ય હોય તો આખો દિવસ ઉપવાસ કરો અને રાતે ફળાહાર કરવુ. ફળાહારમાં બટાકા, શક્કરિયાનો ઉપયોગ ન કરવો. ચંદ્રોદય પહેલા સંધ્યા વંદન અને આરતી કરવાનું ન ભૂલશો. જો કોઈ પરેશાની હોય તો તે જલ્દીથી દૂર થઈ જાય તેવી મનમાં પ્રાર્થના કરો.

અષાઢ વિનાયક ચતુર્થી પર ખાસ યોગઃ જાણો પૂજા વિધિ અને મહત્ત્વ hum dekhenge news

આ રીતે કરો પૂજા વિધિ

આ પાવન પર્વના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કરી લો. સ્વચ્છ વસ્ત્રો પહેરો ત્યારબાદ ઘરના મંદિરમાં દીપક પ્રજ્વલિત કરો. ત્યારબાદ ભગવાન ગણેશ અને તમામ દેવી-દેવતાઓને સ્નાન કરાવો. ત્યારબાદ ગણેશજીને દુર્વા અર્પિત કરો. ગણેશજીનું ધ્યાન કરો અને તેમને ભોગ લગાવો. ભગવાનને ફક્ત સાત્વિક વસ્તુઓનો જ ભોગ લગાવો. તમે મોદક કે લાડુનો ભોગ લગાવી શકો છો. રાતે ચંદ્રમા દર્શન બાદ વ્રત ખોલો.

સંકષ્ઠી ચતુર્થીનું મહત્ત્વ

હિન્દુ ધાર્મિક માન્યતાઓ અનુસાર સંકષ્ઠી ચતુર્થીના દિવસે પૂજા કરવાથી દરેક પ્રકારની નકારાત્મક ઉર્જા ખતમ થાય છે. આ વ્રત કરવાથી ભગવાન ગણેશની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે અને સાથે ઘરમાં સુખ-શાંતિ રહે છે. સંકષ્ઠી ચતુર્થીનું વ્રત સુર્યોદયથી શરૂ થઇને ચંદ્ર દર્શન પર ખતમ થાય છે.

આ પણ વાંચોઃ 999 રૂપિયામાં લૉન્ચ કર્યો Jioએ નવો 4G ફોન, જાણો કેટલામાં થશે રિચાર્જ

Back to top button