અમદાવાદગુજરાત

Ahmedabad: AMTS બસ ચાલકે વૃદ્ધને અડફેટે લીધા, ધટના સ્થળ પર જ મોત

Text To Speech
  • શાહપુરમાં AMTSના બસ ચાલકે વૃદ્ધને અડફેટે લેતાં ઘટના સ્થળે જ થયું મોત.

Ahmedabad: અમદાવાદમાં AMTS બસ હોય કે BRTS બસ હોય અનેક વાર ક્યાંકને ક્યાંક કોઈને અડફેટે લેતાં જ હોય છે. તેમની વધારે પડતી સ્પીડને કારણે અનેક લોકો તેનો ભોગ બનતા હોય છે. ત્યારે આજે અમદાવાદના શાહપુરમાં ચાર રસ્તા પાસે એએમટીએસના બસ ચાલકે પુરઝડપે અને બેદરકારીથી બસ ચલાવી અકસ્માત સર્જ્યો હતો. બસ ચાલકે વૃદ્ધને અડફેટે લેતાં તેમનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું. અકસ્માત બાદ બસ ચાલક બસ મૂકીને ફરાર થઈ ગયો હતો. ઘટના બાદ સ્થળ પર મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા. પોલીસે સ્થળ પર પહોંચી આગળની કાર્યવાહી હાથધરી છે.

આ પણ વાંચો: બનાસકાંઠા : ડીસામાં અગરબત્તીના કારખાનામાં વહેલી સવારે વિકરાળ આગ ભભૂકી

હાલ પોલીસ ફરાર બસ ચાલકની તપાસ કરી રહી છે. અકસ્માત જ્યાં થયો છે તે વિસ્તારના સીસીટીવી ફૂટેજ તપાસીને પોલીસ આ ફરાર ચાલકની શોધખોળ કરવાની કાર્યવાહી કરશે.

એએમટીએસની બસોના છેલ્લા 10 વર્ષમાં 2407 અકસ્માત થયા છે. જેમાં 55 લોકોએ જીવ ગુમાવાનો વારો આવ્યો છે. તે જ રીતે એએમટીએસની ખાનગી ઓપરેટર દ્વારા સંચલાન કરતી બસ દ્વારા છેલ્લા 10 વર્ષમાં 4876 અકસ્માત સર્જાવામાં આવ્યા છે. આ અકસ્માતમાં 116 લોકો મોતને ભેટ્યા છે. વર્ષ 2020/21 માં 06 અકસ્માત , 01 ફેટલ અકસ્માત થયા, વર્ષ 2021/22 માં 08 અકસ્માત, ૦૦ ફેટલ અકસ્માત થયા અને વર્ષ 2022/23 જાન્યુઆરી સુધી એક અકસ્માત અને 00 ફેટલ અકસ્માત થયા છે.

આ પણ વાંચો: 999 રૂપિયામાં લૉન્ચ કર્યો Jioએ નવો 4G ફોન, જાણો કેટલામાં થશે રિચાર્જ

Back to top button