ઉત્તર ગુજરાતગુજરાત

મહેસાણામાં સૈનિક સ્કૂલનું અમિત શાહે કર્યું વર્ચ્યુઅલી ઉદ્ધાટન

Text To Speech

આજે મહેસાણાના બોરીયાવીમાં સાગર સૈનિક સ્કૂલનું કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે વર્ચ્યુઅલી ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું.

સૈનિક સ્કૂલનું કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે ઉદ્ધાટન કર્યં

મહેસાણામાં દૂધસાગર ડેરી દ્વારા સંચાલિત મોતીભાઈ ચૌધરી સાગર સૈનિક સ્કૂલનું કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે ઉદ્ધાટન કર્યં હતું. દૂધસાગર ડેરી દ્વારા મહેસાણા જિલ્લાના બોરીયાવીમા 75 કરોડના ખર્ચે 11 એકર જમીનમા મોતીભાઈ ર.ચૌધરી સાગર સૈનિક સ્કૂલનુ નિર્માણ કરવામા આવ્યુ છે. દૂધસાગર ડેરી સમગ્ર ભારતની પહેલી એવી સહકારી સંસ્થા છે જેના દ્વારા સૈનિક સ્કૂલને સંચાલિત કરવામાં આવશે.

 

અમિત શાહે મોતીભાઈ ચૌધરીના વ્યક્તિત્વની પ્રશંસા કરી

આ પ્રસંગે લોકોને સંબોધતા કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે દેશમાં 100 નવી સૈનિક સ્કૂલ સ્થાપવાનો સંકલ્પ હોવાની વાત કરી હતી. તેમજ તેમણે મોતીભાઈ ચૌધરીના વ્યક્તિત્વની પણ પ્રશંસા કરી હતી અને કહ્યુ હતુ કે સૈનિક સ્કૂલથી દેશભક્તિના સંસ્કારનું સિંચન થશે. વધુમાં અમિત શાહે કહ્યું હતું કે દૂધ સાગર ડેરી વિકાસના પંથે આગળ વધી રહી છે. અને પશુપાલકોને ભાવ વધારો આપવાનું કામ થયુ છે.

 

દેશમાં 100 સૈનિક સ્કૂલ સ્થાપવાનો સંકલ્પ

વધુમાં અમિત શાહે કહ્યું કે મોતી બાપાની જન્મ શતાબ્દીએ આજે સૈનિક સ્કૂલનું ખાત મુહુર્ત કરાયુ છે. બાળકો દેશની રક્ષા માટે જીવન સમર્પિત કરશે. દેશમાં 100 સૈનિક સ્કૂલ સ્થાપવાનો સંકલ્પ કર્યો છે. ત્યારે આજે 20મી ppp મોડલની સૈનિક સ્કૂલનું ભૂમિ પૂજન કર્યું છે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને આરોગ્ય મંત્રી સહિતના અનેક મંત્રીઓ હાજર રહ્યા હતા.

આ પણ વાંચો : મોંઘવારીનો વધુ એક ઝટકો : LPG સિલિન્ડરના ભાવ ફરી વધ્યા, જાણો હવે તમારે કેટલા ચૂકવવા પડશે

Back to top button