ટ્રેન્ડિંગબિઝનેસવર્લ્ડ

999 રૂપિયામાં લૉન્ચ કર્યો Jioએ નવો 4G ફોન, જાણો કેટલામાં થશે રિચાર્જ

  • રિલાયન્સ જિયોએ 4G ફોન ‘Jio Bharat V2’  કર્યો લોન્ચ 
  • 999 રૂપિયામાં ઉપલબ્ધ થશે, ‘Jio Bharat V2’ 
  • ‘Jio Bharat V2’ના આધારે કંપની 100 મિલિયનથી વધુ ગ્રાહકો ઉમેરશે.

રિલાયન્સના માલિક મુકેશ અંબાણી જાહેર મંચો પરથી 2G મુક્ત ભારતની હિમાયત કરી રહ્યા છે. કંપનીએ 250 મિલિયન 2G ગ્રાહકોને 4G પર લાવવા માટે ‘Jio ભારત’ પ્લેટફોર્મ પણ લોન્ચ કર્યું છે. રિલાયન્સ જિયોએ 4G ફોન ‘Jio Bharat V2’ લોન્ચ કર્યો છે. અન્ય કંપનીઓ પણ 4G ફોન બનાવવા માટે આ પ્લેટફોર્મનો ઉપયોગ કરી શકશે. કાર્બને પણ તેનો ઉપયોગ શરૂ કરી દીધો છે. નિષ્ણાતો અપેક્ષા રાખી રહ્યા છે કે ટૂંક સમયમાં 2G ફીચર ફોન 4G ભારત સીરીઝના મોબાઇલ દ્વારા બદલવામાં આવશે.

‘Jio Bharat V2’ના આધારે કંપનીના આટલા ગ્રાહકો વધશે 

રિલાયન્સ જિયોનો દાવો છે કે ‘Jio Bharat V2’ના આધારે કંપની 10 કરોડથી વધુ ગ્રાહકોને જયો તરફ ઉમેરશે. કંપનીની નજર ભારતમાં લગભગ 250 મિલિયન 2G ગ્રાહકો પર છે. ‘Jio Bharat V2’ ખૂબ જ સસ્તું ભાવે ઉપલબ્ધ થશે, તેની કિંમત 999 રૂપિયા રાખવામાં આવી છે. આ ગ્રાહકો હાલમાં એરટેલ અને વોડાફોન-આઇડિયા જેવી કંપનીઓ સાથે સંકળાયેલા છે. તમને જણાવી દઈએ કે રિલાયન્સ જિયો માત્ર 4G અને 5G નેટવર્ક ચલાવે છે. રિલાયન્સ જિયોનો દાવો છે કે ‘Jio Bharat V2’ના આધારે કંપની 100 મિલિયનથી વધુ ગ્રાહકો ઉમેરશે.

jio new phone (2)
jio new phone (2)

Jio Bharat V2 કિંમત

‘Jio Bharat V2’ની કિંમત ઈન્ટરનેટ પર કામ કરતા માર્કેટમાં ઉપલબ્ધ તમામ ફોનમાં સૌથી ઓછી છે. 999 રૂપિયામાં ઉપલબ્ધ ‘Jio Bharat V2’ નો માસિક પ્લાન પણ સૌથી સસ્તો છે. 28 દિવસની વેલિડિટીવાળા પ્લાન માટે ગ્રાહકોએ 123 રૂપિયા ચૂકવવા પડશે.

jio new phone (1)
jio new phone (1)

 

વાર્ષિક પ્લાન ફક્ત ૧૨૩ રુપયામાં 

જ્યારે અન્ય ઑપરેટરના વૉઇસ કૉલ્સ અને 2 જીબીનો માસિક પ્લાન માત્ર 179 રૂપિયાથી શરૂ થાય છે. આ ઉપરાંત, કંપની ‘Jio Bharat V2’ના ગ્રાહકોને 14 GB 4G ડેટા આપશે એટલે કે અડધો GB પ્રતિ દિવસ, જે સ્પર્ધકોના 2 GB ડેટા કરતાં 7 ગણો વધુ છે. ‘Jio Bharat V2’ પર વાર્ષિક પ્લાન પણ છે જેના માટે ગ્રાહકે 1234 રૂપિયા ચૂકવવા પડશે. Jioની નજર 250 મિલિયન 2G ગ્રાહકો પર છે

Jio Bharat V2′ 6,500 તાલુકાઓમાં પહોંચશે 

2G ગ્રાહકોને આકર્ષવા માટે, કંપનીએ 2018 માં Jio ફોન પણ લાવ્યો હતો. JioPhone આજે પણ 13 કરોડથી વધુ ગ્રાહકોની પસંદગી બની રહ્યું છે. કંપનીએ 7 જુલાઈથી ‘Jio Bharat V2’નું બીટા ટ્રાયલ શરૂ કરવાની જાહેરાત કરી છે. કંપની ‘Jio Bharat V2’ને 6,500 તાલુકાઓમાં લઈ જવાની યોજના ધરાવે છે.

Jio Bharat V2 4G પર કરેશે કામ 

દેશમાં બનેલ અને માત્ર 71 ગ્રામ વજન ધરાવતું ‘Jio Bharat V2’ 4G પર કામ કરે છે, તેમાં HD વૉઇસ કૉલિંગ, FM રેડિયો, 128 GB SD મેમરી કાર્ડ સપોર્ટ જેવી સુવિધાઓ છે. મોબાઇલમાં 1.77 ઇંચની TFT સ્ક્રીન, 0.3 મેગાપિક્સલ કેમેરા, 1000 mAh બેટરી, 3.5 mm હેડફોન જેક, શક્તિશાળી લાઉડસ્પીકર અને ટોર્ચ છે.

jio new phone
jio new phone

Jio Bharat V2માં જોવા મળશે  આ ફિચર

Jio Bharat V2 મોબાઇલ ગ્રાહકોને Jio-Saavn ના 80 મિલિયન ગીતો અને Jio સિનેમાના સબ્સ્ક્રિપ્શનની ઍક્સેસ પણ મળશે. ગ્રાહકો Jio-Pay દ્વારા UPI પર પણ ટ્રાન્ઝેક્શન કરી શકશે. ભારતની કોઈપણ મુખ્ય ભાષા બોલતા ગ્રાહકો તમારી ભાષામાં Jio Bharat V2 માં કામ કરી શકશે. આ મોબાઈલ 22 ભારતીય ભાષાઓમાં કામ કરી શકે છે.

આ પણ વાંચો:શૂટિંગ દરમિયાન શાહરૂખ ખાનને નડ્યો અકસ્માત; લોહી રોકવા કરવી પડી સર્જરી

Back to top button