World Cup 2023 : ભારત અને પાકિસ્તાન મેચના 3 મહિના પહેલા લીક થયો ફિક્સિંગ પ્લાન!
World Cup 2023 : ક્રિકેટ વર્લ્ડ કપ 2023 નું શેડ્યુલ 27 જુને જાહેર કરવામાં આવ્યું હતું. તે દરમ્યાન ભારત અને પાકિસ્તાન વચ્ચે 15 ઓક્ટોબરે ODI મેચ રમાવાની છે.આ મેચને ક્રિકેટ પ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ મેચને લઇને એક સમાચાર સામે આવી રહ્યા છે.
દર્શકો જોઈ રહ્યા છે આતુરતાથી રાહ,હોટલોના ભાડા થયા મોંઘા
ભારત અને પાકિસ્તાન મેચને લઈને દર્શકોમાં ભારે ઉત્સાહ છે. આગામી ઓકટોબરમાં રમાનારા વન-ડે ક્રિકેટ વર્લ્ડકપનો શિડયુલ જાહેર થતાની સાથે જ અમદાવાદમાં હોટલ ભાડા આસમાને પહોંચી ગયા હતા. ફાઈવસ્ટાર હોટલના રૂમનો ભાવ 50000 થઈ ગયો છે. 15 ઓકટોબર જેવા દિવસોના વિમાની ભાડા પણ રેકોર્ડસ્તરે પહોંચવાની સંભાવના છે. ત્યારે માત્ર ભારત જ નહી. વિશ્વભરના ક્રિકેટ ચાહકોમાં રોમાંચ-ઉત્સાહ સર્જાયો છે.
નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં રમાશે આ મહા મુકાબલો
ભારતની યજમાનીમાં જયારે ODI વર્લ્ડ કપ રમાવાનો છે. ત્યારે આ ભારત અને પાકિસ્તાનની મેચને લઈને ક્રિકેટ પ્રેમીઓ આતુરતા થી રાહ જોઈ રહ્યા છે. ત્યારે આ મુકાબલો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં રમવા જઈ રહ્યો છે.
શું ભારત અને પાકિસ્તાન મેચ ફિક્સ?
હવે જ્યારે ભારત અને પાકિસ્તાનની મેચનો સમય નજીક આવતો જાય છે. તેમ-તેમ ક્રિકેટ પ્રેમીઓનો ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જોકે આ મેચનો ભારત માં જ નહી પરંતુ પાકિસ્તાનના લોકો પણ આ મેચની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે.જોકે, મહિનાઓ પહેલા તેનો ફિક્સિંગ પ્લાન લીક થયો હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. તેને લઈને એક સ્ક્રીનશોટ શેર કરવામાં આવી રહ્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે ભારત-પાકિસ્તાન મેચ ફિક્સ છે અને રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમ 97 રનના માર્જિનથી જીતશે. એટલું જ નહીં આ મેચમાં વિરાટ કોહલી પ્લેયર ઓફ ધ મેચ બનશે તેવું પણ લખવામાં આવી રહ્યું છે.
વિરાટ કોહલી ફટકારશે સદી
જો આ સ્ક્રીનશોટ પર વિશ્વાસ કરવામાં આવે તો આ મહામુકાબલામાં વિરાટ કોહલી પાકિસ્તાન સામે સદી ફટકારશે. પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમ ટોસ જીત્યા બાદ ભારતને પહેલા બેટિંગ માટે આમંત્રણ આપશે. પહેલા બેટિંગ કરતા ભારતીય ટીમ 4 વિકેટે 334 રન બનાવશે. આ દરમિયાન વિરાટ કોહલી 83 બોલનો સામનો કરીને અણનમ 119 રન જોડશે. ત્યારબાદ પાકિસ્તાની ટીમ 45.4 ઓવરમાં 237 રનમાં ઓલઆઉટ થઈ જશે. સિરાજ શ્રેષ્ઠ બોલર હશે જે 36 રનમાં 3 વિકેટ લેશે.
આ પણ વાંચો : ગુજરાતના સ્વિમર આર્યન નેહરાએ હૈદરાબાદમાં સર્જ્યો અપસેટ; ગોલ્ડ મેડલ કર્યો પોતાના નામે