ટ્રેન્ડિંગનેશનલ

મોંઘવારીનો વધુ એક ઝટકો : LPG સિલિન્ડરના ભાવ ફરી વધ્યા, જાણો હવે તમારે કેટલા ચૂકવવા પડશે

Text To Speech

સામાન્ય માણસ ફરી એકવાર મોંઘવારીનો માર પડવા જઈ રહ્યો છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ મંગળવારે કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં પ્રતિ સિલિન્ડર 7 રૂપિયાનો વધારો કર્યો છે. જેના કારણે દેશભરમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ઉછાળો નોંધાયો હતો. જોકે, ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

જાણો નવો ભાવ

ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. માહિતી અનુસાર, 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં રૂ. 7નો વધારો કરવામા આવ્યો છે. આ વધારા બાદ દિલ્હીમાં 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરની કિંમત 1,773 રૂપિયાથી વધીને 1,780 રૂપિયા પ્રતિ સિલિન્ડર થઈ ગઈ છે. જોકે, ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

ગેસ સિલેન્ડર ભાવ-HUMDEKHENGENEWSW

 

ગેસ સિલિન્ડરની કિંમતોમાં ઘણો ઉતાર-ચઢાવ

છેલ્લા કેટલાક મહિનામાં ગેસ સિલિન્ડરની કિંમતોમાં ઘણો ઉતાર-ચઢાવ જોવા મળ્યો હતો. જેમાં સૌથી વધુ અસર કોમર્શિયલ ગેસ સિલિન્ડરમાં જોવા મળી હતી. આ વર્ષે માર્ચમાં કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 350.50 રૂપિયા પ્રતિ યુનિટનો વધારો કરવામાં આવ્યો હતો. જોકે, મે મહિનામાં તેમની કિંમતોમાં રૂ. 171.50નો ઘટાડો કરવામાં આવ્યો હતો.

મુંબઈમાં કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમત

સામાન્ય રીતે એવું જોવામાં આવે છે કે એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતોમાં વધારો મહિનાની શરૂઆતમાં કરવામાં આવે છે. માહિતી અનુસાર, હવે રાજધાની દિલ્હીમાં 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની છૂટક કિંમત 1,773 રૂપિયાથી વધીને 1,780 રૂપિયા પ્રતિ સિલિન્ડર થઈ ગઈ છે. જો આખા દેશની વાત કરીએ તો મુંબઈમાં કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની નવી કિંમત 1,732 રૂપિયા પ્રતિ સિલિન્ડર થઈ ગઈ છે.

 આ પણ વાંચો : ગ્રીન ગ્રોથની દિશામાં ગુજરાતની આગેકૂચ, હવે પ્લાસ્ટિક કચરાના બદલામાં અપાય છે રૂપિયા

Back to top button