બાળકો શિક્ષકને ભેટીને કેમ ધ્રૂસકે-ધ્રૂસકે રડી પડ્યા ….
ગુરુપૂર્ણિમાના દિવસે જ આવી શિક્ષકની બદલીની ખબર આ ખબરથી સ્કૂલના વિદ્યાર્થીઓ પોક મૂકીને રડી પડ્યા હતા. ગઈકાલે સોમવારે અનેક શાળા-મંદિરોમાં ગુરુ-શિષ્યના પર્વ ગુરુ પુર્ણિમાના પર્વની ઉજવણી કરવામાં આવી હતી. અરવલ્લીના ધનસુરામાં આવેલી દોલપુર પ્રાથમિક શાળામાં રમેશસિંહ ચૌહાણ છેલ્લા 10 વર્ષથી બાળકોને અભ્યાસ કરાવે છે.
તાજેતરમાં આવેલા શિક્ષકોની બદલીના ઓર્ડરમાં રમેશસિંહની જિલ્લામાં આંતરિક બદલી થઈ છે. તેમની ધનસુરાથી મોડાસા તાલુકાની ગાજણ-3 પ્રાથમિક શાળામાં બદલી કરવામાં આવી છે. ગુરુપૂર્ણિમાના દિવસે જ બદલીનો ઓર્ડર આવતા વિદ્યાર્થીઓ શિક્ષકને ઘેરી વળ્યા અને પોક મૂકીને રડી પડ્યા હતા. બાળકોથી માંડીને વાલીઓ સુધી સૌ કોઈ ભાવુક બની ગયા હતા.
View this post on Instagram
બદલી થતા શિક્ષક રમેશસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે 10 વર્ષથી આ શાળામાં ભણાવું છું. ગઈકાલે બદલીનો ઓર્ડર આવ્યો. વિદ્યાર્થીઓ સાથે 10 વર્ષથી આત્મિયતા હતા અને એમની ઈચ્છા હતી કે તમે અહીં જ રહો. ગુરુ-શિષ્યનો નાતો બંધાઈ ગયો હતો. વિદાય થતી વખતે અમે શિક્ષકો, બાળકો અને વાલીઓ ખૂબ રડ્યા હતા. મેં તેમને સમજાવ્યા કે બદલીનો ઓર્ડર આવ્યો છે એટલે જવું પડશે.
આ પણ વાંચો : ગિરનાર પર્વત ક્ષેત્રમાં ગંદકી ફેલાવનાર પાસેથી વસુલાયેલા દંડનો આંકડો જાણી રહેશો દંગ