કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝ

દ્વારકાધીશ મંદિરના શિખરે 15 દિવસ સુધી 5 નહીં 6 ધજા ચડશે, જાણો કેમ લેવાયો આવો નિર્ણય?

Text To Speech

દ્વારકાધીશ મંદિર દ્વારા શિખર પર ધ્વજાજીને લઈને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે દ્વારકા જગત મંદિરે એક પખવાડિયા સુધી છ ધ્વજા ચઢાવવામાં આવશે. દ્વારકાધીશ મંદિરના આ નિર્ણયથી ભક્તોમાં ખુશીની લહેર વ્યાપી છે.

દ્વારકાધીશ મંદિરે 5 નહીં 6 ધજા ચડશે

દ્વારકા જગત મંદિરમાં દરરોજ મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવે છે. દ્વારકા જગત મંદિરમાં જગત મંદિરના શિખર પર ધ્વજારોહણ કરવાનું ખાસ્સું મહત્વ છે. આ ધ્વજારોહણ કરવા માટે 2024 સુધી લાંબું વેઇટીંગ લીસ્ટ છે.થોડા દિવસ અગાઉ આવેલા બીપરજોય વાવાઝોડા દરમિયાન દ્વારકા જગત મંદિરના ઇતિહાસમાં પ્રથમ વખત વાવાઝોડા દરમિયાન સુરક્ષાને ધ્યાને લઈ ધજા ચડાવી શકાઈ નહતી. ત્યારે જગત મંદિર ધ્વજારોહણ સમિતિ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો હતો કે આ સમયગાળા દરમિયાન જે પણ ભક્તોની ધ્વજાનું આરોહણ થયેલ નહીં તેવા ભક્તોની ધ્વજાનું ગઈકાલે સોમવારથી ધ્વજારોહણ થશે. અને દ્વારકાધીશ મંદિરના શિખરે 15 દિવસ સુધી 5 નહીં 6 ધજા ચડશે.

દ્વારકા મંદિર ધજા- humdekhengenews

વાવાઝોડામાં જે ધજાનું આરોહણ નહતું થયું તે ધજા ચડાવાશે

મહતવનું છે કે દ્વારકાધીશ મંદિરના શિખર પર દરરોજ પાંચ ધજાજી ચઢાવવામાં આવે છે. પરંતુ બીપરજોય વાવાઝોડા દરમિયાન જે પણ ભક્તોની ધ્વજાજીનું આરોહણ થયેલ નહીં તે ભક્તોની ધ્વજાજીનું આરોહણ સોમવારથી 15 દિવસ દરમિયાન કરવાનો પ્રારંભ થયો છે. એટલે કે ગઈકાલથી દરરોજને માટે પાંચ ધ્વજાજીને બદલે છ ધ્વજાજીનું આરોહણ જગત મંદિરના શિખર ઉપર કરવામાં આવશે.

ભક્તોમાં ખુશીની લહેર વ્યાપી

જગતમંદિરના શીખર પર સોમવારથી પંદર દિવસ સવારે આઠ વાગ્યે તાજેતરના વાવાઝોડા દરમિયાન બાકી રહી ગયેલા શ્રદ્ધાળુઓની નોંધાયેલી ધ્વજાજી ચડાવવામાં આવશે. જગત મંદિર ધ્વજારોહણ સમિતિના આ નિર્ણયથી ભક્તોમાં ખુશીની લાગણી પ્રસરી જવા પામી છે. ફક્ત પંદર દિવસ જ નહી, પરંતુ કાયમી માટે છ ધજાજી ચઢાવવામાં આવે તો વધુ ભક્તોને ધ્વજારોહણનો લાભ મળી શકે તેવી પણ ભક્તોની લાગણી છે.

 આ પણ વાંચો : શિક્ષણ માટેની તક વંચિત કન્યાઓ માટે આશિર્વાદરુપ સાબિત થયો રિલાયન્સ ઈંડસ્ટ્રીઝનો ‘ઓપન સ્કુલીંગ પ્રોજેક્ટ’

Back to top button