મેઘો મન મુકી ફરી વરસશે, આ તારીખે શરુ થશે વરસાદનો બીજો રાઉન્ડ
HD ન્યુઝ ડેસ્કઃ ગુજરાતમાં વરસાદે પોતાનું આગમન જોરદાર કર્યું છે. ભલે આ વખતે ચોમાસુ 15 દિવસ મોડું બેઠુ હોય પરંતુ તેને અત્યાર સુધીમાં સીઝનનો 30 ટકાથી વધુ વરસાદ પાડી દીધો છે. રાજ્યમા વરસાદે રમઝટ બોલાવ્યા બાદ હવે છેલ્લા 2 દિવસથી વિરામ લિધો છે. ત્યારે હવે હવામાન વિભાગે ફરી ધોધમાર વરસાદની આગાહી કરી છે. આગામી 3 દિવસ પછી ફરી રાજ્યમાં ચોમાસુ જામશે.
વરસાદનો બીજો રાઉન્ડઃ હવામાન વિભાગની આગાહી પ્રમાણે તારીખ 6 અને 7 જુલાઈએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ વખતે રાજ્યના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સારો એવો વરસાદ પડી શકે છે. આ સાથે મધ્ય ગુજરાતમા મધ્યથી ભારે વરસાદ પડી શકે છે. રાજ્યમાં જ્યાં હાલ ચોમાસાએ બ્રેક મારી છે ત્યાં બીજી બાજુ વાતાવરણમાં પણ બફારો વધ્યો છે. અમદાવાદ શહેરમાં આજ સવારથી જ લોકોને બફારાનો અહેસાસ થઈ રહ્યો છે.
પાણીની સારી એવી આવકઃ રાજ્યનાં મોટા ભાગના ડેમોમાં નવા નીર આવ્યા છે. નર્મદા, ભાદર, આજી જેવા ડેમોમાં પાણીની સારી એવી આવક છે. આ વખતનુ ચોમાસુ સારુ રહેવાની આશા દેખાતા ખેડુતોમાં પણ ખુશીનો માહોલ છે.
આ પણ વાંચોઃ ગુજરાત: પ્રથમ તબક્કામાં મોસમનો 50 ટકા કરતાં વધુ વરસાદ જાણો કયા પડ્યો