ટોપ ન્યૂઝધર્મ

આજનું રાશિફળઃ વૃષભ રાશિના જાતકો માટે અસમંજસની સ્થિતિ, સિંહ રાશિના જાતકોએ ગુરુના આશીર્વાદ અચૂક લેવા

Text To Speech

આજનું પંચાગ
તારીખ :- ૨૫ જૂન ૨૦૨૨, વાર :- શનીવાર
તિથિ :- જેઠ વદ બારસ
રાશી :- સાંજે ૧૭:૦૧:૨૨ સુધી મેષ, ત્યારબાદ વૃષભ
નક્ષત્ર :- સવારે ૧૦:૨૨:૩૪ સુધી ભરણી, ત્યારબાદ કૃતિકા
યોગ :- ધૃતિ
કરણ :- સવારે ૧૨:૦૭:૪૬ સુધી કૌલવ, ત્યારબાદ તૈતિલ

આજનું રાશિ ભવિષ્ય
મેષ :- આજે થાક વધારે રહે. કોઈ પણ નિર્ણય લેવામાં મુશ્કેલી લાગે. મૂડ માં ઉતાર ચડાવ રહે. સાંજ પછી સ્થિતિ સામાન્ય થાય. તમારા ઘર બાબતે આજે કોઈ નિર્ણય લઈ શકો છો. પણ કોઈ પણ નિર્ણય ઘરની વડીલ વ્યક્તિ ને સાથે રાખીને લેવો.

વૃષભ :- આજે પણ અસમંજસ ની સ્થિતિ બનેલી રહે. આજે મિત્રોને મળવું તમારા માટે સારું રહેશે. તેમનો સાથ સ્થિતી સુધારી શકે છે. તમને રોકાણ કરવા માટે આજે કોઈ સારો પ્લાન મળી શકે છે. દત્ત બાવની ના પાઠ કરવા તમારા માટે લાભકારી રહેશે.

મિથુન :- અગત્ય ના કાર્યો સાંજ પહેલા પૂરા કરી લેવા. આજે પણ નાણાંનો પ્રવાહ બન્યો રહે. લાંબા સમયથી અટકેલા કાર્યો આજે પાર પડી શકે છે. તમારા જીવનસાથી તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે. વાહન સંબંધી કોઈ નિર્ણય લઈ શકો છો.

કર્ક :- આજે સરસ મજાના દિવસ નું નિર્માણ તમારા માટે થયું છે. તમારી મહેનત સફળ થશે. લાંબા સમયથી જે કામ ચાલુ કરવાનું વિચારો છો, એ આજે ચાલુ થઈ શકો છો. તમારા ઉપરી અધિકારી આજે તમારા માટે ભલામણ કરી શકે છે.

સિંહ :- તમારા કામ કાચબાની ગતિએ આગળ વધે. તમારા પ્રયત્નો ઓછા પડતા હોય એવું લાગે. તમારા ગુરુના આશીર્વાદ તમને આ પરિસ્થતિ માંથી બહાર લાવી શકે છે. તમારે તમારી સુઝબુઝ થી કામ લેવાનું છે. સાંજ પછી રાહત મળે.

કન્યા :- કભી ખુશી કભી ગમ જેવી પરિસ્થિતિ રહે. કોઈ અણધાર્યા સમાચાર મળી શકે છે. વારસાગત મિલકતો અંગેના કામ આગળ વધી શકે છે. તમારા સાસરા પક્ષની વ્યક્તિઓ સાથેના સબંધો ફાયદો કરાવી શકે છે. એમનો સહકાર લેવો સારો રહેશે.

તુલા :- ઉમંગ ઉત્સાહ આજે ચરમ સીમાએ હશે. તમારા સબંધીઓ આજે તમારી પાસે મદદ માટે આવી શકે છે. આ મદદ કરવી તમારા માટે લાભકારી રહેશે. આવા સબંધો તમને ભવિષ્ય માં મદદરૂપ બનશે. વ્યાપારીઓ ને આજે સારા સમાચાર મળી શકે છે.

વૃશ્ચિક :- આખો દિવસ કામમાં જ નીકળી જાય. થોડી પણ ફુરસદ નહી રહે. આજે તમે તમારી ઉત્તમ સેવા આપશો. મદદ કરવાની ભાવના આજે તમે રાખશો. આ બધામાં પોતાનું ધ્યાન રાખવું પણ એટલું જ જરૂરી છે. કોઈ જોડે દલીલ કરવી નહીં.

ધનુ :- અચાનક ધનલાભ મળી શકે છે. તમારી આધ્યાતમિક્તા માં વધારો થાય. કોઈ મંત્ર નું અનુષ્ઠાન કરવા માટે વિચારી શકો છો. પાછલા દિવસોમાં કરવામાં આવેલી પાર્ટી તમારું સ્વાસ્થ્ય બગાડી શકે છે. તમારી શ્રધ્ધાના કારણે ઇશ્વરીય સહાય મળી રહે.

મકર :- મનમાં ભવિષ્યની ચિંતા રહે. તમે તમારા પરિવાર માટે વધારે ચિંતિત રહો. બાળકોના શિક્ષણ માટે આજે તમે પગલાં લેશો. સાંજ પછી તમે તમારા બાળકો જોડે ફરવા માટે જઈ શકો છો. વિધાર્થીઓ માટે આજે શુભ દિવસ છે.

કુંભ :- વ્યવસાય સંબંધી મુસાફરી કરી શકો છો. વિઝા પાસપોર્ટ ને લગતા કામ આજે પાર પડી શકે છે. તમારા જીવનસાથી તમને કોઈ સરપ્રાઈઝ આપી શકે છે. વાતચીત કરવામાં ધ્યાન રાખવું. આજની સફળતાનો આધાર તમારી વાત કરવાની રીત પર છે.

મીન :- આજે એનર્જી નું પ્રમાણ વધારે રહે. જેનો ઉપયોગ તમે તમારી આર્થિક સ્થિતિ વધારે સારી થાય એની યોજના બનાવવા માટે કરશો. પરિવારના સભ્યો સાથે આનંદપૂર્વક સમય વિતાવવાથી વધારે હકારાત્મકતા મળશે. પરિવારનો સાથ બન્યો રહે.

Back to top button