ઉત્તર ગુજરાતગુજરાત

મહેસાણાના બોરીયાવી ગામે 75 કરોડના ખર્ચે 11 એકર જમીનમાં સૈનિક સ્કૂલનું નિર્માણ કરાશે

Text To Speech
  • દૂધ સાગર ડેરી દ્વારા આવતીકાલે સ્કૂલનું ખાતમુહુર્ત કરાશે
  • સહકારી સંસ્થા દ્વારા સંચાલિત સૈનિક સ્કૂલ સમગ્ર ભારતમાં પ્રથમ સ્કૂલ બનશે.
  • મહેસાણાથી 11 કી.મી દૂર બોરીયાવી ગામે 75 કરોડના ખર્ચે અને 11 એકર જમીનમાં નિર્માણ કાર્ય કરવામાં આવશે.

મહેસાણા જિલ્લાના બોરીયાવી ગામે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં તેમજ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત અને સહકાર મંત્રી જગદીશ પંચાલની ઉપસ્થિતિમાં આવતીકાલે એટેલે કે 04/07/2023ના રોજ શ્રી મોતીભાઈ આર.ચૌધરી સાગર સૈનિક સ્કૂલનું ખાતમુહુર્ત કરાશે.

મહેસાણાના બોરીયાવી ગામે 75 કરોડના ખર્ચે 11 એકર જમીનમાં સૈનિક સ્કૂલનું નિર્માણ કરાશે

શ્રી મોતીભાઈ આર.ચૌધરી સાગર સૈનિક સ્કૂલ મહેસાણાથી 11 કી.મી દૂર બોરીયાવી ગામે 75 કરોડના ખર્ચે અને 11 એકર જમીનમાં નિર્માણ કાર્ય કરવામાં આવશે. કોઈ સહકારી સંસ્થા દ્વારા સંચાલિત સૈનિક સ્કૂલ સમગ્ર ભારતમાં પ્રથમ સ્કૂલ હશે.

દૂધ સાગર ડેરીની એજન્સી દૂધ સાગર રીસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ એસોસીએસન (DURDA) દ્વારા આ સૈનિક સ્કૂલનું સંચાલન કરવામાં આવશે. રક્ષા મંત્રાલય, ભારત સરકાર દ્વારા તા.2 ઓગસ્ટ, 2022નાં રોજ સૈનિક સ્કૂલ માટે પરવાનગી આપવામાં આવી હતી.

મહેસાણાના બોરીયાવી ગામે 75 કરોડના ખર્ચે 11 એકર જમીનમાં સૈનિક સ્કૂલનું નિર્માણ કરાશે

અહીં ઉલ્લેખનીય છે કે, આ સાગર સૈનિક સ્કૂલમાં વર્ષ 2022-23 એકેડેમિક વર્ષમાં ધોરણ-6માં 46 છોકરા અને 4 છોકરી એમ કુલ 50 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો હતો. જ્યારે વર્ષ 2023-24 નાં એકેડેમિક વર્ષમાં સીટની સંખ્યા વધારીને 80 કરવામાં આવી છે. જેમાં 10 ટકા છોકરીઓ માટે આરક્ષિત કરાઈ છે. ધોરણ-5માં 51 છોકરા અને 4 છોકરી એમ કુલ 55 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે. હાલમાં આ વિદ્યાર્થીઓ દૂધ સાગર ડેરી સ્થિત MIDFT (માનસિંહભાઈ ઇન્સ્ટીટ્યુટ ઓફ ડેરી એન્ડ ફૂડ ટેકનોલોજી) માં અભ્યાસ કરી રહ્યા છે.

આ પણ વાંચો: હાર્ટ એટેકથી વધુ એક કિશોરનું મોત, નારિયેળીના બગીચામાં કામ કરતાં કિશોરને આવ્યો હાર્ટ એટેક

Back to top button