ટ્રેન્ડિંગલાઈફસ્ટાઈલહેલ્થ

ડાયાબિટીસનું નવુ લક્ષણ આવ્યુ સામેઃ દેખાય તો કરાવો તાત્કાલિક તપાસ

Text To Speech
  • એક નવા રિસર્ચમાં ડાયાબિટીસનું નવુ લક્ષણ મળ્યુ
  • ઇંસ્યુલિનની કમીના કારણે લોહીમાં હાનિકારક કીટોન્સનું નિર્માણ થાય છે
  • ડાયાબિટીસના કારણે શ્વાસની દુર્ગંધ પણ આવી શકે છે

ડાયાબિટીસ એક એવો લાઇફસ્ટાઇલ ડિસીઝ છે, જે આપણા દેશમાં ખૂબ ઝડપથી ફેલાઇ રહ્યો છે. આ તમામ કેસમાં 90 ટકા કેસમાં ટાઇપ ટુ ડાયાબિટીસ છે. એવો દાવો કરાયો છે કે તમારા મોંમાથી અસામાન્ય વાસ આવતી હોય તો તે બ્લડ શુગરના લક્ષણ હોઇ શકે છે. બની શકે કે તમારુ બ્લડ શુગર હાઇ હોય. ફળ જેવી વાસ વાળો શ્વાસ ડાયાબિટિક કિટોએસિડોસિસના લક્ષણ હોઇ શકે છે. તે ડાયાબિટીસનું પહેલુ લક્ષણ છે.

ડાયાબિટીસ કીટોએસિડોસિસ શરીરની અંદર થતી એક પ્રક્રિયા છે, જેમાં ઇંસ્યુલિનની કમીના કારણે લોહીમાં હાનિકારક કીટોન્સનું નિર્માણ થાય છે અને તે ડાયાબિટીસના અસામાન્ય લક્ષણ છે.

ડાયાબિટીસનું નવુ લક્ષણ આવ્યુ સામેઃ દેખાય તો કરાવો તાત્કાલિક તપાસ hum dekhenge news

એક રિસર્ચમાં એવો દાવો કરાયો છે કે ડાયાબિટીસના કારણે શ્વાસની દુર્ગંધ પણ આવી શકે છે, કેમકે આ સ્થિતિના કારણે મોંમાં ગ્લુકોઝનું સ્તર વધી શકે છે. બેક્ટેરિયા આ ખાંડનો ઉપયોગ ભોજનના રૂપમાં કરે છે, જે બાદમાં સંક્રમણ અને પેઢાની બીમારીનું કારણ બને છે. પેઢાની બીમારી મોંમાથી દુર્ગંધના સૌથી સામાન્ય કારણોમાંથી એક છે.

શ્વાસમાંથી આવે છે ફળ જેવી વાસ

શ્વાસમાંથી ફળ જેવી વાસ કે ગંધ આવવી તે ડાયાબિટિસ કીટોએસિડોસિસ નામની ખતરનાક સ્થિતિનો સંકેત હોઇ શકે છે. ડાયાબિટીસ કીટોએસિડોસિસ પહેલુ સંકેત પણ હોઇ શકે છે કે તમને ડાયાબિટીસ છે. પર્યાપ્ત ઇન્સ્યુલિન વગર તમારા શરીરને ગ્લુકોઝથી જરૂરી ઉર્જા મળતી નથી. તેથી તે ફેટનો ઉપયોગ કરવા લાગે છે અને કીટોન્સ નામનું કેમિકલ્સ ઉત્પન્ન કરે છે. તમારા લોહીમાં વધુ કિટોન્સ જમા થઇ જાય છે, જે તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઇ શકે છે.

ડાયાબિટીસનું નવુ લક્ષણ આવ્યુ સામેઃ દેખાય તો કરાવો તાત્કાલિક તપાસ hum dekhenge news

ડાયાબિટીસના સામાન્ય લક્ષણ

ડાયાબિટીસના સૌથી સામાન્ય લક્ષણોમાં ઘા છે, જે મટાડવામાં લાંબો સમય લે છે. વધુ પડતી તરસની સાથે સાથે અતિશય પેશાબ પણ થાય છે. જો તમને તમારામાં ડાયાબિટીસના કોઈ લક્ષણો દેખાય અથવા તમને લાગે કે તમને ડાયાબિટીસનું જોખમ છે, તો તમારે ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ. આવી સ્થિતિની સારવાર ખૂબ જ મહત્વપૂર્ણ છે, નહીંતર ભવિષ્યમાં હૃદય રોગ અને સ્ટ્રોક સહિત કેટલાક જીવલેણ રોગોનું જોખમ વધી શકે છે.

આ પણ વાંચોઃ જાણો પ્રભાસની ‘સાલાર’ ફિલ્મનું ટીઝર ક્યારે રિલીઝ થશે

Back to top button