સાસુને ખુશ રાખવા ઇચ્છો છો? દરેક વહુ ખાસ વાંચે
- સાસુ-વહુના સંબંધો હોય છે નાજુક
- દરેક સંબંધોને આપો થોડોક સમય
- ધીરજથી બનશે દરેક વાત શક્ય
સાસુ-વહુના સંબંઘો એવા છે કે તેની ચર્ચા દરેક જગ્યાએ થતી હોય છે. દિકરાના લગ્ન બાદ સાસુ દરેક જગ્યાએ પોતાની વહુની વાત કરે છે, તો દરેક વહુ તેની સાસુની વાત કરે છે. છોકરીઓ નાની હોય ત્યારથી જ તેને અને તેના પરિવારને એવુ હોય છે કે કોણ જાણે કેવી સાસુ મળશે. ભલે બંને વ્યક્તિ ગમે તેટલી સારી રહેવાની કોશિશ કરે, પરંતુ કંઇક ને કંઇક એવુ થવા જ લાગે છે કે સાસુ-વહુના સંબંધોમાં તિરાડ પડે છે. ક્યારેક વહુને સાસુ ખોટી લાગે છે, તો ક્યારેક સાસુને વહુ.
ઘણી વખત બેમાંથી કોઇની ભુલ હોતી જ નથી, પરંતુ અસરપરસની સમજણ તેમાં કારણભુત બને છે. કોઇ વ્યક્તિ વર્ષોથી કોઇનો દિકરો હોય છે, તેને કેવી રીતે ઉછેર્યો હોય છે. વહુ આવે ત્યારે તે તેનો પતિ બની જાય છે અને તે પણ પતિ માટે પઝેસિવ બને છે. જોકે અનેક કોશિશ છતા કેટલીક વહુઓ માટે સાસુને ખુશ રાખવી મુશ્કેલ બની જાય છે.
અહીં સંબંધોને મજબૂત કરવાની કેટલીક ટિપ્સ આપી છે. દરેક પરિણિત સ્ત્રી આ ટિપ્સ જરૂર વાંચે.
વહુએ સમજવુ પડશે કે…
એક છોકરીએ સાસુ અને પતિ વચ્ચેના સંબંધોને સમજવા ખૂબ જરૂરી છે. તેને બદલવાની કોશિશ કરવાથી દરેક ઘરમાં કલેશ ઉદ્ભવે છે. આજે તમે તેના જે કામ કરો છો તે તેની માતા જ કરતી હતી. તેના માટે પણ આજકાલ આવેલી એક વ્યક્તિને પોતાની જગ્યા આપી દેવી અઘરૂ લાગે છે. સાસુને તમારી સાથે સમસ્યા નથી, બસ તે પોતાના પુત્રની વધુ નજીક હોય છે.
માતા દિકરામાં પરિવર્તન અપનાવી શકતી નથી
બાળકો ગમે તેટલા મોટા થાય, પરંતુ તે માં માટે હંમેશા નાના જ રહે છે. તેથી એવુ માનવામાં આવે છે કે બાળક મોટુ થાય પછી પણ તેને એક બાળકનો અહેસાસ માતા જ કરાવી શકે છે. તેનો બાળકો માટેનો પ્રેમ કદી બદલાતો નથી. લગ્ન બાદ દિકરામાં આવેલો બદલાવ માતા એટલી જલ્દી સ્વીકારી શકતી નથી. દરેક રિલેશનને થોડો સમય આપો.
સાસુને ખુશ રાખવાની ટિપ્સ
તમે સાસુને તે જેવી છે તેવી જ સ્વીકારો. તેને બદલવાની કોશિશ ન કરો. તમારા કારણે કોઇ દુઃખી ન થાય તેવી કોશિશ કરો. સંબંધોમાં કેટલીક વસ્તુઓને સ્વીકારી લેવી પડે છે. જ્યારે તમે સમજી લો છો કે તમારામાં સાસુ હોય કે માતા કે અન્ય કોઇ વ્યક્તિ તેને ખુશ રાખવાની આવડત છે. સાસુને પ્રેમથી કોઇ પણ વસ્તુ સમજાવવાની કોશિશ કરો. તેણે આટલા વર્ષો એ ઘરને આપ્યા છે જ્યાં તમે નવા છો. થોડો સમય કંઇજ બદલવાની કોશિશ ન કરો. સિસ્ટમનો ભાગ બનો, અલગ ન પાડો.
આ પણ વાંચોઃ 30 જૂન સુધીમાં કેટલી નોટો જમાં થઈ, કેટલી બાકી? RBIએ આપી માહિતી