ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા : ધાનેરામાં સ્કોર્પિયો ડિવાઇડર અને દુકાનો સાથે ટકરાતા પલટી, ત્રણના કરુણ મોત

પાલનપુર : ડીસા તાલુકાના વરણ ગામથી સ્કોર્પિયો ગાડી લઈને કેટલાક યુવકો સુંધામાતા તરફ જઇ રહ્યા હતા. આ સમયે વહેલી પરોઢે ગાડીના ચાલકે ધાનેરા પાસે એકાએક સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા ગાડી ડિવાઇડર અને દુકાનો સાથે ધડાકાભેર ટકરાઈ ગઇ હતી. જેમાં સવાર ત્રણ વ્યક્તિઓના કરુણ મોત નિપજ્યા હતા. જ્યારે ચાલક સહિતના અન્ય ચાર વ્યક્તિઓને ઇજાઓ થતા હોસ્પીટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. બનાસકાંઠામાં ગુરુપૂર્ણિમા ની વહેલી સવારે અકસ્માતની એક ઘટના સામે આવી છે. જેમાં ચાલકોની સામાન્ય બેદરકારીને કારણે લોકોને પોતાના જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો.

સુંધામાતા દર્શને જતા નડ્યો અકસ્માત

આ ઘટનામાં ત્રણ વ્યકિતઓ મોત થયા હતા. જ્યારે ચાર વ્યકિતઓ ને ગંભીર ઈજા થઈ હતી. આ અકસ્માતની ઘટનાની વિગત એવી છે કે, ડીસા તાલુકામાં આવેલાં વરણ ગામમાંથી કેટલાક યુવાનો સ્કોર્પિયો ગાડી લઈને સુંધામાતા તરફ જઈ રહ્યા હતા. ત્યારે ગુરુપૂર્ણિમાના સોમવારે વહેલી સવારે 4:30 વાગ્યાની આસપાસ ધાનેરા પાસે સ્કોર્પિયો ગાડી ના ચાલકે એકાએક સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવી દીધો હતો. અને બેકાબૂ બનેલી ગાડી ધડાકા સાથે ડિવાઇડર અને દુકાનો સાથે ટકરાઈ હતી. જેથી ગાડીમાં બેઠેલા ત્રણ વ્યક્તિઓના મોત નિપજયા હતા. અને ચાલક સહિત ચાર વ્યક્તિઓને ગંભીર ઇજાઓ થઈ હતી. જેમાં ડીસા તાલુકાના વરણ ગામના સુરેશભાઇ વેનાજી ઠાકોર,દિનેશભાઇ ચતુરજી સોલંકી, શક્તિભા મહેરૂભા દરબાર અને પમરૂ ગામના જગદીશભાઇ મફાભાઇ રબારીનો સમાવેશ થાય છે.

સ્કોર્પિયો માં સવાર અન્ય ચાર વ્યક્તિને ગંભીર ઇજા

જ્યારે વહેલી સવારે બનેલી આ ઘટનાની જાણ થતા આજુબાજુથી લોકો દોડી આવ્યા હતા. અને 108 તેમજ ધાનેરા પોલીસને જાણ કરવામાં આવી હતી.જેના પગલે 108 ની ટીમ અને પોલીસ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અને ઇજાગ્રસ્તોને ધાનેરાની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ અંગે પમરું ગામના મૃતકના પિતા વીરચંદજી ગણેશજી ઠાકોરે સ્કોપિંયો ગાડી નંબર જી.જે.16.બીબી.5552 ના પમરુ ગામના ચાલક જગદીશભાઈ મફાભાઈ રબારી સામે ધાનેરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

ઈજાગ્રસ્તોને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડાયા

અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં અમીરગઢના ચેખલા ગામે ટ્રક અને ઇકો ગાડી વચ્ચે થયેલા અકસ્માતમાં પાલનપુરના ચાર યુવકોના કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા. આમ જિલ્લામાં અકસ્માતનો સિલસિલો ચિંતાજનક બની રહ્યો છે.

અકસ્માતના કમનશીબ મૃતકો

1.પ્રહલાદભાઇ
2.ચેહેરાભાઇ પોપટભાઇ ઠાકોર રહેવાસી પમરૂ, તાલુકો ડીસા.
3.મુકેશસિંહ ઉર્ફે બકુભા મંગળસિંહ પરમાર રહેવાસી વરણ, તાલુકો ડીસા.

આ પણ વાંચો : અંકલેશ્વરની કેમિકલ કંપનીમાં ભીષણ આગ,સલ્ફ્યુરિક એસિડના ડ્રમમાં બ્લાસ્ટ થતા દોડધામ

Back to top button