ગુરુ પૂર્ણિમાના દિવસે દુઃખદ ઘટના : રાજકોટમાં 15 વર્ષના છાત્રનું હાર્ટ એટેક આવતા મોત
ગુરુ પૂર્ણિમાના દિવસે રાજકોટમાંથી એક દુખદ ઘટના બની છે. જાણકારી મુજબ રાજકોટમાં રિબડા ખાતે આવેલી SGVP ગુરુકુળમાં 10માં અભ્યાસ કરતા વિદ્યાર્થી સ્ટેજપર સ્પીચ આપી રહ્યો હતો. આ દરમિયાન સ્પીચ આપતા આપતા જ અચાનક જ ઢળી પડ્યો હતો. વિદ્યાર્થી અચાનક બેભાન થઈ જતા તેને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામા આવ્યો હતો. પરંતુ તે હોસ્પિટલ પહોંચે તે પહેલા જ તેનું મોત નિપજિયં હતું.
સારવાર મળે તે પહેલા જ વિદ્યાર્થીનું મોત નિપજ્યું
મળતી માહિતી મુજબ ગોંડલ તાલુકાના રિબડા ખાતે આવેલી SGVP ગુરુકુળમાં 10માં અભ્યાસ કરતો વિદ્યાર્થી દેવાંશ વિન્ટુભાઈ ભાયાણી આજે ગુરુપૂર્ણિમાંના દિવસે સ્ટેજ પર સ્પીચ આપી રહ્યો હતો. આ દરિમયાન તે સ્પીચ આપતા આપતા જ અચાનક બેભાન થઈ ગયો હતો. જેથી આ વિદ્યાર્થીનો બેભાન અવસ્થામાં જ રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવાયો હતો.પરંતુ તેને સારવાર મળે તે તે પહેલા જ તેનું મોત નીપજ્યું હતુ.
પીએમમાં થયો ચોંકાવનારો ખુલાસો
બાળકને મૃત જાહેર કરાયા બાદ તેના મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જેમાં પ્રાથમિક તપાસમાં હાર્ટએટેકથી તેનું મોત થયાનું સામે આવ્યું છે. જો કે ત્યારબાદ દેવાંશ અંગે નવા જ ખુલાસા થયા હતા. તેના મોત અંગે જાણવા મળ્યું હતું કે, તેણે સ્પીચ આપતા પહેલા પોડિયમ ઉપાડ્યું તે સમયે જ બેભાન થઇ ગયો હતો. તે સામાન્ય બાળક કરતા અલગ હતો. તેનું હાર્ટ સામાન્ય કરતા પ્રમાણમાં મોટું હતું. ફેફસાં પણ વધારે મોટા હતા અને નાની ઉંમરમાં હ્રદયનુ વજન મોટું હોવાને કારણે છાતીમાં દબાણ થયું હતું જે મોતનું કારણ હોઇ શકે છે, તેવું જણાવવામાં આવી રહ્યું છે.
વિદ્યાર્થી માતા -પિતાનો એકનો એક સંતાન
આ અંગે પોલીસે આપેલી માહિતી મુજબ, મૃતક દેવાંશ મૂળ ધોરાજીનો વતની હતો. અને તે માતા -પિતાનો એકનો એક સંતાન હતું. તેના પિતા ધોરાજીમાં કારખાનું ચલાવે છે. ઉપરાંત તેના દાદા ભુપતભાઇ ગોરધનભાઈ ભાયાણી જામજોધપુર નજીક આવેલા સીદસર ઉમિયા ધામ મંદિરના ટ્રસ્ટીછે. પરિવારના એકના એક બાળકનું હાર્ટ એટેકથી મોત થતા ધોરાજીના પટેલ પરિવારમાં શોકનું મોજું ફરી વળી હતી.
આ પણ વાંચો : રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ 55ટકાથી વધુ ભરાયો, જાણો અન્ય જળાશયોમાં શું છે સ્થિતિ ?