મનોરંજન

જાણો પ્રભાસની ‘સાલાર’ ફિલ્મનું ટીઝર ક્યારે રિલીઝ થશે

Text To Speech

પ્રભાસની ફિલ્મ સાલારનું ટીઝર થોડા દિવસોમાં રિલીઝ થવાનું છે. પ્રભાસના નવા એક્શનથી ભરપૂર પોસ્ટરને રિલીઝ કરતાં નિર્માતાઓએ જણાવ્યું કે ફિલ્મનું ટીઝર 6 જુલાઈએ સાંજે 5.12 વાગ્યે રિલીઝ કરવામાં આવશે.મેકર્સે ટ્વિટર પર નવું પોસ્ટર શેર કરીને ટીઝર રિલીઝ વિશે સત્તાવાર માહિતી આપી છે.

પોસ્ટરમાં પ્રભાસ બ્લેક એન્ડ વ્હાઇટ બેકગ્રાઉન્ડમાં ગુંડાઓ સાથે લડતો જોવા મળે છે.પોસ્ટરમાં તેનો ચહેરો દેખાતો નથી. આ ફિલ્મમાં પ્રભાસ ગેંગસ્ટરના રોલમાં છે.પ્રભાસના ચાહકો તેને ગેંગસ્ટરના અવતારમાં જોવા માટે ઉત્સાહિત છે.સલાર 250 કરોડના બજેટમાં બનાવવામાં આવે છે.

 

View this post on Instagram

 

A post shared by Prabhas (@actorprabhas)

તેને હોમ્બલે ફિલ્મ્સના બેનર હેઠળ બનાવવામાં આવ્યું છે. પ્રભાસ ઉપરાંત શ્રુતિ, પૃથ્વીરાજ સુકુમારન, જગપતિ બાબુ, મધુ ગુરુસ્વામી પણ મહત્વના રોલમાં છે.સલાર 28 સપ્ટેમ્બર, 2023ના રોજ હિન્દી, તેલુગુ, તમિલ, કન્નડ અને મલયાલમ ભાષાઓમાં રિલીઝ થશે.

આ પણ વાંચો : Bollywood  Photos : દિશા પટણીના ફોટાએ સોશિયલ મીડિયામાં લગાવી આગ

Back to top button