બનાસકાંઠાના SP સામે ગેનીબેન ઠાકોરે કેમ ચડાવી બાંયો ? જેલભરો આંદોલનની આપી ચીમકી
બનાસકાંઠાના વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર ફરી ચર્ચામાં આવ્યા છે.ગેની બેને ટ્વીટ કરી બનાસકાંઠા એસપી સામે ગંભીર આક્ષેપો કર્યા છે.બનાસકાંઠા એસપી અક્ષયરાજ મકવાણા પર આક્ષેપ કરતા ગેની બેને કહ્યું ‘વાવ, થરાદના કોંગ્રેસ કાર્યકરોને હેરાન કરાય છે’ અને કોંગ્રેસ કાર્યકરોને દબાવવાનો પ્રયાસ રકવામા આવે છે .
બનાસકાંઠાના SP સામે લગાવ્યા ગંભીર આક્ષેપો
કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર ફરી એકવાર ચર્ચામાં આવ્ચા છે. ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે બનાસકાંઠાના SP અક્ષયરાજ મકવાણા સામે મોરચો ખોલ્યો છે અને ગંભીર આક્ષેપો કરતા આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે. SP રાજકીય ઈશારે કોંગ્રેસના કાર્યકરો અને પ્રજાને દબાવવા માટે સત્તાનો દુરુપયોગ કરી કર્યા હોવાનો આક્ષેપ કર્યો છે.
— Geniben Thakor (@GenibenThakor) July 2, 2023
આવતી કાલે ગેની બેન પત્રકાર પરિષદ કરશે
હાલ ગેની બેન ઠાકોરના આ ટ્વિટને લઈને રાજકારણમાં ભારે ગરમાવો આવ્યો છે.પ્રદેશ પ્રમુખ પણ ગેનીબેનના સમર્થનમાં આવ્યા છે. કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહે ટ્વિટને રિટ્વિટ કર્યું છે.જાણકારી મુજબ આ સમગ્ર ઘટનાને લઈને આવતીકાલે ગેનીબેન ઠાકોર પત્રકાર પરિષદ કરશે. ત્યારે હવે આવતી કાલે ગેનીબેન આ અંગે શું વધુ ખુલાસો કરે છે તે જોવું રહ્યું.
આ પણ વાંચો : મોરબી : લગ્ન પ્રસંગમાં ભોજન લીધા બાદ 40 લોકોને ફૂડ પોઇઝનિંગ