- બાવળા-બગોદરા હાઈવે પર હિટ એન્ડ રનમાં 2ના મોત
- અમદાવાદમાં 1 તથા સુરતમાં હિટ એન્ડ રનમાં 2ના મોત થયા
- પોલીસે ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી
ગુજરાત રાજ્યમાં બે શહેરોમાં હિટ એન્ડ રનથી 5 લોકોના મોત થયા છે. જેમાં રાજ્યના માર્ગો જોખમી સાબિત થઇ રહ્યાં છે. તેમજ હિટ એન્ડ રનમાં 5ના મોત નિપજાવી આરોપીઓ અકસ્માત કરી ફરાર થયા છે. તેમજ પોલીસ અંધારામાં ફાફા મારી રહી છે.
આ પણ વાંચો: ગુજરાતમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી, કેટલાક વિસ્તારો થશે મેઘમહેર
બાવળા-બગોદરા હાઈવે પર હિટ એન્ડ રનમાં 2ના મોત થયા
ઉલ્લેખનીય છે કે બાવળા-બગોદરા હાઈવે પર હિટ એન્ડ રનમાં 2ના મોત થયા છે. તેમજ અમદાવાદ રામદેવપીરના ટેકરા પાસે સાઈકલ સવારનું મોત થયુ છે. તથા સુરતના ઈચ્છપોરમાં હિટ એન્ડ રનમાં બેના મોત થયા છે. તેથી રાજ્યમાં માર્ગ અકસ્માતમાં હિટ એન્ડ રનમાં 5નો મોત થયા છે. તેમજ અમદાવાદ શહેરના રામદેવપીરના ટેકરા પાસે હિટ એન્ડ રનમાં સાઈકલ સવારનું મોત થયુ છે. તથા ભાયલા બ્રિજ પાસે અજાણ્યા વાહનની ટક્કરે ચાલકનુ મોત થયુ છે. બાવળા બગોદરા માર્ગ પર હિટ એન્ડ રનના બે બનાવ બન્યા છે. પહેલો બનાવ સાંજના સમયે બાવળા બ્રિજ ઉપર રામદેવપીરના મંદિર પાસે બન્યો હતો. જેમાં અજાણ્યા વાહને સાયકલ ચાલકને ટક્કર મારી હતી. તેમાં 108 ઘટના સ્થળે પહોંચી ઈજાગ્રસ્તને સારવાર માટે સરકારી હોસ્પિટલ લઈ જતા રસ્તામાં મૃત્યુ થયુ હતુ.
બાવળા પોલીસે ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી
બાવળા પોલીસે ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. બીજો બનાવ રાત્રીના ત્રણ વાગ્યા આસપાસ બન્યો હતો. જેમાં બાવળા બગોદરા હાઈવે પર ભાયલા બ્રિજ પર વાહન ચાલકે મોટરસાયકલને ટક્કર મારી ફરાર થયો હતો. મોટર સાયકલ પર સવાર બંને વ્યક્તિના ઘટના સ્થળે મોત થયા હતા. કેરાળા જીઆઇડીસી પોલીસને જાણ થતા પોલીસ ઘટના પર પહોચી હતી.
સુરતના અજાણ્યા વાહને બાઈકને ટક્કર મારતા બેના મોત થયા
સુરતના ઈચ્છપોરમાં હિટ એન્ડ રનમાં બેના મોત થયા છે. જેમાં અજાણ્યા વાહને બાઈકને ટક્કર મારી હતી. તેમાં બાઈક સવાર બે યુવકોના મોત થયા છે. બંને યુવક મૃત હાલતમાં ઝાડી ઝાખડામાંથી મળી આવ્યા હતા. તેમજ બંને યુવક ઇચ્છપોર ગામના રહેવાસી હોવાનું બહાર આવ્યું છે. ત્યારે ઇચ્છપોર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.