બનાસકાંઠા: ડીસામાં અપશબ્દો બોલતા યુવકોને ઠપકો આપતાં ઠક્કર યુવક પર ટોળાનો હુમલો
પાલનપુર: બનાસકાંઠાના ડીસામાં અપશબ્દો બોલી રહેલ યુવકોને ઠપકો આપવા બાબતે થયેલી તકરારમાં યુવક પર ટોળાએ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. જેમાં ગંભીર રીતે સારવાર યુવકને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા બાદ ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો છે.
કોલોની વિસ્તારમાં અસામાજિક તત્વોનો ત્રાસ
ડીસાના કચ્છી કોલોની વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી અસામાજિક તત્વોનો ત્રાસ વધી રહ્યો છે તે દરમ્યાન ગઈકાલે મોડી રાત્રે એક યુવક પર ટોળાએ જીવલેણ હુમલો કર્યો હતો. સમર્થ ભરતભાઇ ઠક્કર નામનો યુવક તેના મિત્રની સોડાની લારી પાસે ઉભો હતો તે સમયે કેટલાક શખ્સો અપશબ્દો બોલી રહ્યા હતા, જેથી સમર્થે અપશબ્દો બોલવાની ના પાડતા અજાણ્યા શખ્સે તેના સાગરીતોને બોલાવતા બાઇકો લઈ એક ટોળું ઘસી આવ્યું હતું અને સમર્થ ઠક્કર પર પંચ સહિત હથિયારો સાથે મારવા તૂટી પડ્યું હતું.
ઘટનાને પગલે કચ્છી કોલોની વિસ્તારમાં અફડા તફડી મચી ગઈ હતી અને યુવક પર હુમલો થતા ભયનો માહોલ સર્જાયો હતો. ત્યારબાદ આ ટોળું યુવકને લોહી લુહાણ કરી ત્યાંથી ફરાર થઇ ગયું હતું. બનાવને પગલે યુવકના મિત્રો અને સગા સંબંધીઓ દોડી આવી તેને સારવાર માટે ડીસાની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેને વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો છે.
નજીવી બાબતે થયેલી સરકારમાં યુવક પર પંચથી જીવલેણ હુમલો કરતા સમગ્ર ઠક્કર સમાજમાં ભારે રોષ વ્યાપ્યો હતો અને આજે ઠક્કર સમાજના 200 થી પણ વધુ આગેવાનો ડીસા દક્ષિણ પોલીસ મથકે પહોંચ્યા હતા. ઘટનાને પગલે ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળી પણ પોલીસ મથકે પહોંચ્યા હતા અને આવા અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. ધારાસભ્યની સૂચના અને ઠક્કર સમાજના આગેવાનોની રજુઆતને પગલે પોલીસે પણ હુમલો કરનારા લોકો સામે કડક કાર્યવાહી કરવાની ખાત્રી આપી હતી.
આ હુમલા બાબતે ઈજાગ્રસ્ત સમર્થ ઠક્કર અને સોડાની લારીના માલિક મયુર ઠક્કરે જણાવ્યું હતું કે કચ્છી કોલોની વિસ્તારમાં અસામાજિક તત્વોનો ત્રાસ વધી ગયો છે અને સોડાની લારી ઉપર આ યુવકો ગાળો બની રહ્યા હતા જેથી છોકરીઓ ઊભી હોવાથી ના પાડતા હુમલો કર્યો હતો.
આ પણ વાંચો :યુનિફોર્મ સિવિલ કોડ (યુસીસી) મુદ્દે તમામ પાર્ટીઓનું ભાજપને મળશે સમર્થન, જાણો કોણે કહ્યું આમ ?