એજ્યુકેશનગુજરાતટ્રેન્ડિંગ

નવુ શૈક્ષણિક વર્ષતો શરુ થઈ ગયું પણ પ્રવાસી શિક્ષકોની નિમણૂંક ક્યારે?

Text To Speech
  • પ્રવાસી શિક્ષકોની નિમણૂંક જલદી ન કરાતા ગ્રાન્ટેડ સ્કૂલોના શિક્ષણ પર અસર.

વર્ષ 2023નું નવુ શૈક્ષણિક વર્ષ શરુ થયાને એક મહિના જેટલો સમય થઈ જવા આવ્યો છે ત્યારે હજી સુધી ગ્રાન્ટેડ સ્કૂલોમાં પ્રવાસી શિક્ષકોની નિમણૂંક કરવા માટે સરકારે પરિપત્ર બહાર પાડયો નહીં, ત્યારે ગ્રાન્ટેડ સ્કૂલોએ હજારો વિદ્યાર્થીઓનુ શિક્ષણ બગડી રહ્યુ હોવાનો દાવો કર્યો છે.

નવુ શૈક્ષણિક વર્ષતો શરુ થઈ ગયું પણ પ્રવાસી શિક્ષકોની નિમણૂંક ક્યારે?

પ્રવાસી શિક્ષકોને કેટલું મહેનતાણું ચુકવાતુ હોય છે?

સામાન્ય રીતે સ્કૂલોમાં કાયમી શિક્ષકોની જગ્યાઓ ખાલી હોય તેના પર પ્રવાસી શિક્ષકો એટલે કે કામચલાઉ શિક્ષકોની નિમણૂંક કરીને કામ ચલાવાતુ હોય છે. આવા શિક્ષકોને એક લેક્ચર દીઠ મહેનતાણુ ચુકવાય છે. સરકારે માધ્યમિક વિભાગમાં લેકચર દીઠ 175 રુપિયા અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં 200 રુપિયા મહેતનાણુ નક્કી કરેલુ છે.

  • સરકાર આ વર્ષે ટેટ પરીક્ષામાં પાસ થયેલા ઉમેદવારોની શિક્ષકોની ખાલી જગ્યાઓ પર નિમણૂંક કરે તેવી શક્યતાઓ છે.

સૂત્રોનુ કહેવુ છે કે, આ નિમણૂંકની કાર્યવાહી તાત્કાલિક શરુ કરવામાં આવે તો પણ 6 મહિના લાગે તેમ છે. આ સંજોગોમાં પ્રવાસી શિક્ષકો વગર તો ગ્રાન્ટેડ સ્કૂલોમાં વિદ્યાર્થીઓના અભ્યાસ પર ગંભીર અસર પડી રહી છે. ગત વર્ષે સરકારે જૂન મહિનામાં પ્રવાસી શિક્ષકોની નિમણૂંકને મંજૂરી આપી હતી.

નવુ શૈક્ષણિક વર્ષતો શરુ થઈ ગયું પણ પ્રવાસી શિક્ષકોની નિમણૂંક ક્યારે?

આ દરમિયાન સ્કૂલોના કેટલાક આચાર્યોએ પણ આ બાબતે ડીઈઓ કચેરીમાં રજૂઆત પણ કરી છે. જોકે સરકાર જ્યાં સુધી મંજૂરી ના આપે ત્યાં સુધી ડીઈઓ કચેરી પણ પ્રવાસી શિક્ષકોની નિમણૂંક માટે લીલી ઝંડી આપી શકે તેમ નથી.

જેથી ગ્રાન્ટેડ સ્કૂલો સરકારને રજુઆત કરી રહી છે કે, જેમ બને તેમ પ્રવાસી શિક્ષકોની મંજૂરી આપવામાં આવે જેથી વિદ્યાર્થીઓના શિક્ષણ પર તેની કોઈ ખરાબ અસર ન પડે ને વિદ્યાર્થીઓ સમય સર અભ્યાસ પુરો કરી શકે.

આ પણ વાંચો: હવે ટ્વિટ જોતા તમારુ ખિસ્સું ખાલી થશે, જાણો ટ્વિટરના નવા નિયમ

Back to top button