નેશનલ

તમને જાણીને નવાઈ લાગશે! આ ગામમાં માખીઓના ત્રાસથી નથી થતા છોકરાઓના લગ્ન

Text To Speech
  • માખીઓના કારણે છોકરાઓને કુંવારા રેવાનો વારો આવ્યો.
  • માખીઓ વધારે પડતી હોવાનું કારણ પોલ્ટ્રી ફાર્મ.

ઉત્તર પ્રદેશના ઉન્નાવ જિલ્લાના એક ગામના લોકો વિચિત્ર સંકટમાંથી પસાર થઈ રહ્યા છે. મળતી માહિતી અનુસાર નવાબગંજ બ્લોકના રૂદ્વાર નામના ગામમાં માખીઓના ખતરાને કારણે આખું ગામ ખૂબ જ ચિંતામાં મુકાઈ ગયું છે.

ઉત્તર પ્રદેશના ઉન્નાવ જિલ્લાના એક ગામના લોકો વિચિત્ર સંકટમાંથી પસાર થઈ રહ્યા છે. મળતી માહિતી અનુસાર નવાબગંજ બ્લોકના રૂદ્વાર નામના ગામમાં માખીઓના ખતરાને કારણે આખું ગામ ખૂબ જ ચિંતિત છે. સ્થિતિ એવી છે કે જ્યાં જુઓ ત્યાં માખીઓ જ દેખાય છે. ઘરના ખૂણેથી આંગણા સુધી અને ચોકથી બજાર સુધી દરેક જગ્યાએ માખીઓ ગુંજી ઉઠતી જોવા મળે છે. બીજી તરફ વરસાદની મોસમમાં પરિસ્થિતિ વધુ ખરાબ થઈ જાય છે. હવે સ્થિતિ એવી છે કે લોકો આ ગામમાં દીકરીને આપવા માંગતા નથી.

એક સ્થાનિક રહેવાસીએ જણાવ્યું કે માખીઓ ખાદ્ય પદાર્થો પર બેસે છે. જેના કારણે લોકો સારી રીતે જમી પણ નથી શકતા, અને નથી તો ઉંઘી શકતા. પરિસ્થિતિ એટલી વિકટ બની ગઈ છે કે આ ગામમાં કોઈ પોતાની દીકરીના લગ્ન કરાવવા માંગતું નથી. તે જ સમયે આ ગામમાં જેમણે લગ્ન કર્યા છે તેઓ અહીં રહેવા માટે તૈયાર નથી. મહિલાઓ તેમના ઘરે જઈ રહી છે. માખીઓનો આતંક એવો છે કે સગાંસંબંધીઓ ગામમાં આવવાનું બંદ કરી દીધુ છે.

તમને જાણીને નવાઈ લાગશે! આ ગામમાં માખીઓના ત્રાસથી નથી થતા છોકરાઓના લગ્ન

ગામમાં આટલી સંખ્યામાં કેવી રીતે માખીઓ ઉછળી?

જ્યારે તેનું કારણ જાણ્યું તો સૌને આશ્ચર્ય થયું. માખીઓ વધારે પડતી હોવાનું કારણ પોલ્ટ્રી ફાર્મ છે. થોડા વર્ષોથી આ ગામમાં ઘણા બધા પોલ્ટ્રી ફાર્મ ખુલ્યા છે. કારણ કે આ ધંધામાં ઘણો નફો હતો તેથી આના કારણે દરેક જગ્યાએ પોલ્ટ્રી ફાર્મ ખોલવામાં આવી રહ્યા છે. ચિકન ફાર્મમાં જે મરઘીઓ મરી જાય છે તેને જમીનમાં દાટી દીધા વગર ખુલ્લામાં ફેંકી દેવામાં આવે છે. જેના કારણે આ વિસ્તારમાં ગંદકીના ઢગલા થઈ ગયા હતા અને માખીઓ ઉભરાવા લાગી હતી.

શરૂઆતમાં પોલ્ટ્રી ફાર્મના લોકોએ દવાનો છંટકાવ કર્યો હતો જેના કારણે માખીઓ ઓછી દેખાતી હતી. પરંતુ હવે દવાનો છંટકાવ ઘણો ઓછો થયો છે જેના કારણે માખીઓની સંખ્યા ફરી ઘણી બધી વધી ગઈ છે.

આ પણ વાંચો: ગુજરાત હાઈકોર્ટે જામીન અરજી ફગાવ્યા બાદ તિસ્તા સેતલવાડને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત ન મળી

Back to top button