ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા: ડીસામાં વિધાનસભા ચૂંટણીમાં વિમુખ થયેલા ઠાકોર સમાજનું લોકસભાની ચૂંટણી પૂર્વે BJPને સમર્થન

Text To Speech

પાલનપુર: ડીસા વિધાનસભાની ચૂંટણી સમયે ભાજપ તરફી ટિકિટ ન મળતા ભાજપથી વિમુખ થયેલા ને લોકસભાની ચૂંટણીમાં ભાજપ સમર્થિત રહે તે માટે ભાજપે કમર કસી છે. જે અંતર્ગત આજે ડીસા માર્કેટયાર્ડ ખાતે યોજાયેલા સંમેલનમાં ઠાકોર સમાજે સમર્થન આપ્યું હતું.

ભાજપ દ્વારા ઠાકોર સમાજનું સંમેલન યોજાયું

આગામી લોકસભાની ચૂંટણી તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુશાસનના નવ વર્ષ પૂર્ણ થતા વડાપ્રધાનની સિદ્ધિઓ તેમજ સરકારના કાર્યો લોકો સમક્ષ લઈ જવા ભાજપ દ્વારા સંમેલન યોજાઇ રહ્યા છે. જે અંતર્ગત ડીસા ઠાકોર સમાજનું સંકલ્પથી સમર્થન સંમેલન ડીસા માર્કેટયાર્ડ ખાતે વેપારી એસોસિએશન હોલમાં યોજાયું હતું. જેમાં ગત વિધાનસભાની ચૂંટણીમાં ડીસામાં ઠાકોર સમાજને ટિકિટ ન મળતા ઠાકોર સમાજ ભાજપથી વિમુખ થયો હતો.

ઠાકોર સમાજ-humdekhengenews

માત્ર ગણ્યા ગાંઠ્યા આગેવાનો અને સન્નીષ્ઠ કાર્યકરો જ ભાજપ સાથે રહ્યા હતા. ત્યારે આ સંનિષ્ઠ કાર્યકરોના પ્રયાસથી ઠાકોર સમાજને ફરીથી ભાજપ સાથે સમર્થિત કરવા માટે આગેવાનોએ આહવાન કર્યું હતું. સંમેલનમાં રાજ્યસભાના સાંસદ દિનેશ અનાવાડીયા, ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળી, જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા, જિલ્લા મહામંત્રી સંજય બ્રહ્મભટ્ટ, પૂર્વ મહામંત્રી અમૃત દવે, પ્રકાશજી ઠાકોર, જિલ્લા ડેલીગેટ ચમનજી ઠાકોર સહિત ભાજપના આગેવાનો કાર્યકરો તેમજ ઠાકોર સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ઠાકોર સમાજના આગેવાનોએ ભાજપને સમર્થન આપી આગામી લોકસભાની ચૂંટણીમાં જંગી બહુમતીથી જીતાડવા આહવાન કર્યું હતું.

આ સંમેલન અંગે ઠાકોર સમાજના અગ્રણી રમેશજી દેલવાડીયા અને હરિજી ઠાકોરે જણાવ્યું હતું કે, વિધાનસભાની ચૂંટણી વખતે ઠાકોર સમાજને થોડું મન દુઃખ થયું હતું, પરંતુ હવે ગુજરાત રાજ્ય અને દેશના વિકાસને જોતા તમામ ઠાકોર સમાજ ભાજપને સમર્પિત થયો છે.

આ પણ વાંચો :કોંગ્રેસની ગેરંટી એટલે નિયતમાં ખોટ, ગરીબોને નુકસાનઃ PM મોદી

Back to top button