- સીકરમાં આવેલા બાલાજી હનુમાનને 2700 કિલોનો પ્રસાદ ચડાવવામાં આવ્યો હતો
- પ્રસાદ અર્પણ થયા બાદ તેને ભક્તોમાં બાંટવામાં આવ્યો હતો
- 20 કારીગરોની મદદથી 23 કલાકે તૈયાર થઈ હતી રોટલી
- 2 મહિનાથી ચાલતી હતી પ્રસાદ બનાવવાની તૈયારીઓ
રાજસ્થાનના સીકર શહેરમાં આવેલા દેવીપુરા બાલાજી મંદિરમાં શનિવારે હનુમાનજીને અનોખો પ્રસાદ ચઢાવવામાં આવ્યો હતો. જેમાં મંદિરમાં વિશાળ ભઠ્ઠી બનાવીને તેમાં 2700 કિલો રોટલી તૈયાર કરવામાં આવી હતી. વિશ્વની સૌથી વધુ વજનદાર રોટલીના પ્રસાદને બનાવવા 23 કલાકનો સમય લાગ્યો હતો અને તેની તૈયારી બે મહિનાથી કરવામાં આવતી હતી.
જોધપુર અને સુરતના કારીગરોએ બનાવી હતી રોટલી
મળતી માહિતી મુજબ, સીકરમાં આવેલા બાલાજી મંદિર પૂર્ણસર ધામના સંત રામદાસ મહારાજ (બાપજી)ના માર્ગદર્શન હેઠળ જોધપુર અને સુરતના 20 કારીગરોએ લગભગ 23 કલાકની મહેનતથી આ રોટલીનો પ્રસાદ તૈયાર કરવામાં આવ્યો હતો. હનુમાનજી મંદિરમાં અખંડ રામધૂન વચ્ચે બનાવેલ આ રોટલા અર્પણ કર્યા બાદ શનિવારે તેના ચૂરમાનું વિતરણ કરવામાં આવ્યું હતું. શુક્રવારે સવારે 4.15 વાગ્યે દેવીપુરા બાલાજી મંદિરમાં રોટલી બનાવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. 20 કારીગરોએ પ્રથમ ક્રેનની મદદથી લોટ ગુથ્યો હતો અને પછી ક્રેન પર જ રોલરનો ઉપયોગ કરીને તેને બહાર કાઢવામાં આવ્યો હતો.
રોટલી બનાવવા કઈ સામગ્રી વપરાય હતી ?
આ પછી, તેને ક્રેનમાંથી લોખંડની જાળી સાથે ઉપાડ્યો અને તેને વિશાળ ભઠ્ઠી પર મૂકવામાં આયો હતો. ત્યારબાદ ગાયના છાણની સળગતી ભઠ્ઠી પર રોટલી બનાવવાનું કામ મોડી રાત સુધી ચાલતું હતું. આ રોટમાં 1100 કિલો લોટ, 700 કિલો સોજી, 400 કિલો ચુરમા અને 800 કિલો ડ્રાયફ્રૂટ્સ ઉમેરવામાં આવ્યા હતા. શનિવારે સવારે 8.15 કલાકે નુમાનજીને રોટલો મુકવામાં આવ્યો હતો. આ પછી થ્રેસરની મદદથી ચૂરમા બનાવીને પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું. ચુરમામાં લગભગ 700-800 કિલો સૂકા ફળો, 500 કિલો ખાંડ, 450 કિલો ખાંડની કેન્ડી અને દેશી શુદ્ધ ગાયનું ઘી વપરાયું હતું.
25 હજાર ભક્તોને પ્રસાદ અપાશે
દરમિયાન આ અંગે દેવીપુરા બાલાજી ધામના મહંત ઓમ પ્રકાશે જણાવ્યું કે, ‘બાલાજીના મહાભોગ સમયે શહેર, દેશ અને રાજ્યની સમૃદ્ધિની કામના કરવામાં આવી હતી. દેશ વિકાસના પંથે આગળ વધે, આ મહાભોગનો પ્રસાદ લગભગ 25 હજાર ભક્તોને વિતરણ કરવામાં આવશે. બાલાજી મંદિર પરિસરમાં સવારથી જ ભક્તો સતત આવી રહ્યા છે અને આજે મંદિર પરિસરમાં સતત 2 દિવસ સુધી ધાર્મિક કાર્યક્રમો ચાલી રહ્યા છે. બાલાજી મહારાજની કૃપા હતી, જેના કારણે આટલો મોટો કાર્યક્રમ થઈ શક્યો. બાલાજી મહારાજની કૃપાથી દરેક વ્યક્તિ ખુશ રહેશે અને દેશમાં હંમેશા સમૃદ્ધિનું વાતાવરણ રહેશે.’