ટ્રેન્ડિંગધર્મ

તમારા ઘરમાં ઇશાન ખુણામાં આ વસ્તુઓ હોય તો આજે જ હટાવી લેજો

Text To Speech
  • ઇશાન ખુણો ઘરનો સૌથી પવિત્ર ખુણો કહેવાય છે
  • ઇશાન ખુણામાં હોય છે સૌથી વધુ પોઝિટીવ એનર્જી 
  • આ દિશાની દિવાલોનો રંગ પીળો હોય તો તે શુભ માનવામાં આવે છે

ઘરની ઉત્તર-પુર્વ દિશા એટલે કે ઇશાન ખુણાને સૌથી પવિત્ર સ્થળ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે અહીં સાક્ષાત ઇશ્વરનો વાસ હોય છે. તેથી આ દિશામાં કંઇ પણ રાખતા પહેલા વાસ્તુ શાસ્ત્રના કેટલાક નિયમોનું ધ્યાન રાખવુ જરૂરી છે. ઉલ્લેખનીય છે કે ઘરના ઇશાન ખુણામાં સૌથી વધુ પોઝિટીવ એનર્જી હોય છે. જો આ દિશામાં થોડા નિયમોનું ધ્યાન રાખવામાં આવે તો વ્યક્તિની સુખ સમૃદ્ધિમાં કોઇ કમી આવતી નથી.

ઇશાન ખુણામાં આ વસ્તુઓ રાખવી શુભ

ઇશાન ખુણો ઘરનો સૌથી પવિત્ર ખુણો માનવામાં આવે છે. આ દિશામાં પૂજા સ્થળ હોય તે શુભ માનવામાં આવે છે. ધ્યાન રાખો કે આ દિશામાં સાફ-સફાઇ વિશેષ રીતે થવી જોઇએ. આ દિશાની દિવાલોનો રંગ પીળો હોય તો તે શુભ માનવામાં આવે છે. આ દિશામાં તમે ધન પણ રાખી શકો છો. વાસ્તુ શાસ્ત્રમાં જોકે ધન રાખવા માટે ઉત્તમ દિશા ઉત્તર મનાઇ છે.

vastu ishan kon hum dekhenge news

ઇશાન કોણમાં શું ન કરવુ જોઇએ?

એવું માનવામાં આવે છે કે તમે જો આ સ્થાન પર ભારે વસ્તુઓ રાખો છો તો ધનનું આવનજાવન રોકાઇ જાય છે. આ ઉપરાંત ઇશાન કોણમાં સ્ટોર રૂમ બનાવવાથી પણ બચવુ જોઇએ. બીજી બાજુ દેવી-દેવતાઓનો વાસ હોવાના કારણે ક્યારેય પણ આ દિશામાં જુતા, ચંપલ કે કચરો ન રાખવો જોઇએ. આમ કરવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા વધે છે અને ઘરમાં પરેશાનીઓ આવે છે.

આ પણ વાંચોઃ દેશને જણાવે કે ક્યા મુદ્દાઓ પર યૂનિફોર્મિટી ઈચ્છે છે પીએમ મોદી; UCC પર કપિલ સિબ્બલનો પ્રશ્ન

Back to top button