ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

દેશને જણાવે કે ક્યા મુદ્દાઓ પર યૂનિફોર્મિટી ઈચ્છે છે પીએમ મોદી; UCC પર કપિલ સિબ્બલનો પ્રશ્ન

Text To Speech

Uniform Civil Code: હાલમાં યૂનિફોમ સિવિલ કોડને લઈને દેશમાં ખુબ જ મોટા પાયે ચર્ચા ચાલી રહી છે. આમ આદમી પાર્ટી અને ઉદ્ધવ ગુટની શિવસેના આનું સમર્થન કરી રહ્યાં છે તો અન્ય પાર્ટીઓ તેનો ખુબ જ ભારપૂર્વક વિરોધ કરી રહી છે. આ વચ્ચે રાજ્યસભા સાંસદ કપિલ સિબ્બલે એક વખત ફરીથી પીએમ મોદી પર નિશાનો સાધ્યો છે. સિબ્બલે કહ્યું, સૌથી પહેલા વડાપ્રધાન દેશને તે જણાવવું જોઇએ કે યૂસીસી માટે શું પ્રસ્તાવ છે અને તેઓ ક્યા મુદ્દાઓ પર યૂનિફોર્મિટી (એકરૂપતા-સમાનતા) ઈચ્છે છે.

કપિલ સિબ્બલે આગળ કહ્યું, વડાપ્રધાને તો કહી દીધું કે તેઓ લાગું કરશે, શું લાગું કરશે.. જણાવે તો ખરા… વિપક્ષ પણ આ ચર્ચામાં કૂદી પડ્યું છે. જ્યાર સુધી કોઈ પ્રસ્તાવ સામે આવશે નહીં ત્યાર સુધી ચર્ચાની શરૂઆત કેવી રીતે થશે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે યૂસીસી લાગું હોવી જોઇએ પરંતુ તેવું કહ્યું નથી કે કઈ ચીજો પર લાગુ થવી જોઈએ. પરંતુ શું લાગું થાય.. કઈ ચીજ પર લાગું થાય તે વડાપ્રધાન બનાવશે, પરંતુ તેઓ આવું કરી રહ્યાં નથી.

રાજ્યસભા સાંસદ કપિલ સિબ્બલે આગળ કહ્યું કે, જ્યાર સુધી કોઈ પ્રસ્તાવ સામે આવશે નહીં, ત્યાર સુધી ચર્ચાની જરૂર નથી. ઉત્તરાંખડનું સિવિલ કોડ આખા દેશમાં લાગુ કરી શકાય નહીં. લોકોને આ લો અંગે સંપૂર્ણ જાણકારી નથી પરંતુ આના પર ચર્ચાઓ ચાલી રહી છે.

પીએમ મોદીએ ભોપાલમાં યૂસીસીને લઈને આપેલા નિવેદન પછી કપિલ સિબ્બલે પ્રશ્ન કર્યો કે તેમનો પ્રસ્તાવ કેટલો સમાન છે અને શું હિન્દૂ, આદાવિસી અને પૂર્વોત્તર બધા આના દાયરામાં આવે છે. તે ઉપરાંત સિબ્બલે તે પણ પ્રશ્ન ઉઠાવ્યો કે 9 વર્ષ પછી પીએમ મોદીને આ વાત કેમ યાદ આવી રહી છે.

આ પણ વાંચો-યુપીએ સરકારનું ત્રણ ગણું કૃષિ બજેટ કિસાન સન્માન નિધિ પર જ ખર્ચાયું: પીએમ મોદી

 

Back to top button