વર્લ્ડ

અરે..રે કેન્યામાં બેકાબૂ બનેલા ટ્રકે 48ના જીવ લીધા, 30 ઘાયલ

Text To Speech
  • કેન્યામાં સર્જાયો ગમખ્વાર માર્ગ અકસ્માત, 48 લોકોના જીવ લીધા તો બીજી બાજુ 30થી વધારે ધાયલ.
  • બેકાબૂ ટ્રકે 6થી વધારે ગાડીઓને ટકર મારી.

કેન્યાના પશ્ચિમના હિસ્સામાં સાંજના સમયે આ અકસ્માત કાયમ વેસ્ત રહેતા અવર જવરથી ભરચક વિસ્તારમાં સર્જાયો હતો. જેમાં એક ટ્રક ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. કાબૂ ગુમાવતાની સાથે જ આ ટ્રકે સંખ્યાબંધ વાહનો અને મુસાફરોને કચડી નાંખ્યા હતા.

અરે..રે કેન્યામાં બેકાબૂ બનેલા ટ્રકે 48ના જીવ લીધા, 30 ઘાયલ

ઘટનાની જાણકારી મળ્યા બાદ પોલીસ સ્થળ પર પહોંચી હતી. પોલીસનુ કહેવુ છે કે, અત્યાર સુધીમાં 48 જેટલા મૃતદેહ મળી આવ્યા છે. જ્યારે ટ્રકની અંદર બીજા કેટલાક લોકો ફસાયાની આશંકા છે. આ ઘટનાના વિડિયો ફૂટેજ પણ સોશિયલ મીડિયા પર શેર થયા હતા. જેમાં કચડાયેલા વાહનોના ટુકડા દેખાઈ રહ્યા છે.

અરે..રે કેન્યામાં બેકાબૂ બનેલા ટ્રકે 48ના જીવ લીધા, 30 ઘાયલ

રાહત કામગીરી કરનારા જવાનોએ કાટમાળમાં મૃતદેહ શોધવાની કામગીરી હાથ ધરી હતી. અકસ્માતમાં ઘાયલ થયેલા 30 લોકોની હાલત ગંભીર છે અને તેમને અલગ અલગ હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા છે. મરનારાઓનો આંકડો હજી વધી શકે એમ છે. એક ટ્રક ચાલકની ભુલના કારણે 48 નિર્દોષ લોકોને જીવ ગુમાવાનો વારો આવ્યો છે. જ્યારે બીજા 30થી વધારે લોકોને પિડા સહલ કરવાનો વારો આવ્યો છે.

આ પણ વાંચો: ક્લાઈમેટ ચેન્જની નકારાત્મક અસર; ભારત, પાકિસ્તાન અને નેપાળમાં ઘરેલુ હિંસા વધી

Back to top button