ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

ફ્રાન્સમાં ભડકેલી હિંસાની આગ પડોશી દેશ બેલ્જિયમમાં પહોંચી; 1000થી વધારે લોકોની ધરપકડ

ફ્રાન્સમાં અલ્જેરિયન મૂળના 17 વર્ષના કિશોરના મોત બાદ આખા દેશમાં ભડકેલી હિંસાની આગ હજુ શમી નથી. ચૌથી રાત્રે પણ હિંસા ચાલુ રહી હતી. હિંસા ભડકાવવામાં આરોપમાં મોટી સંખ્યામાં લોકોની ધરપકડ કરવામાં આવી છે. હિંસાની આગમાં પડોશી દેશ બેલ્જિયમ સુધી પહોંચી ગઈ છે.

ફ્રાન્સ મીડિયાના સમાચારોમાં કહેવામાં આવ્યું છે કે, હિંસાના આરોપમાં બ્રસેલ્સમાં 100થી વધારે લોકોની ધરપકડ કરવામાં આવી છે. બ્રિટને પોતાના નાગરિકોને કહ્યું છે કે તેઓ ફ્રાન્સની યાત્રા ન કરે.

ફ્રાન્સના ગૃહમંત્રી જેરાલ્ડ દારમેનિને કહ્યું કે દેશમાં ચૌથી રાત્રે હિંસા યથાવત રહી જોકે તેમાં ઘટાડો જોવા મળ્યો હતો અને તે દરમિયાન 471 લોકોની ધરપકડ કરવામાં આવી. જ્યારે ત્રીજી રાતની હિંસા દરમિયાન 917 લોકોની ધરપકડ કરવામાં આવી હતી.

નાનતેરે શહેરમાં અનેક વાહનો સળગતા જોવા મળ્યા હતા. વીડિયો ફૂટેજમાં અગ્નિશમન દળના જવાનો બસ અને કારમાં લાગેલી આગને ઓલવતા જોવા મળે છે.નાનતેરેમાં જ મંગળવારે 17 વર્ષિય નાહેલને પોલીસે ગોળી મારી હતી. તે પછી નાનતેરે સહિત લગભગ આખા દેશમાં હિંસા ભડકી ઉઠી હતી.

ફુટબોલ સ્ટાર બપ્પેએ કરી શાંતિની અપીલ

સરકારે લોકોને પોતાના બાળકોને હિંસાથી દૂર રાખવાનું કહ્યું છે. દારમેનિને જણાવ્યું છે કે હિંસા ભડકાવવાના આરોપમાં 13 વર્ષના બાળકની ધરપકડ કરવામાં આવી છે. આ વચ્ચે ફ્રાન્સના ફુટબોલર સ્ટાર કિલિયાન બપ્પેએ શાંતિની અપીલ કરતાં કહ્યું છે કે હિંસાથી કોઈ સમાધાન નિકળશે નહીં.

તેમને લોકોને મૃતકનું શોક મનાવવા, પરસ્પર વાતચીત કરીને મુદ્દો ઉકેલવા અને હિંસામાં નષ્ટ થેલી ચીજોને બીજી વખત ઉભી કરવાની અપીલ કરી છે. નાનતરેના મેયર જેરીએ કહ્યું, શહેરના માહોલમાં ગમ અને ગુસ્સો છે. આજનો દિવસ ન્યાયની માંગનો દિવસ છે.”જેરી જે ડાબેરી અને ફ્રાન્સની કોમ્યુનિસ્ટ પાર્ટીના ભૂતપૂર્વ સભ્ય છે, તેમણે કહ્યું,” અમે ખૂબ જ મુશ્કેલ ક્ષણો જીવી રહ્યા છીએ. આપણે નાહેલની માતાની આસપાસ રહેવું પડશે.

ગુરુવારે નાહેલની માતાના આહ્વાન પર નાનતેરેમાં 6000થી વધુ લોકોએ પ્રદર્શનમાં ભાગ લીધો હતો.

યુપીએ સરકારનું ત્રણ ગણું કૃષિ બજેટ કિસાન સન્માન નિધિ પર જ ખર્ચાયું: પીએમ મોદી

હિંસાને રોકવા 45 હજાર પોલીસ કર્મચારી ઉતારવામાં આવ્યા

મંગળવારે પોલીસે નાનતેરેમાં 17 વર્ષના યુવકને ટ્રાફિક ચેક માટે ન રોકાતા ગોળી મારી દેવામાં આવી હતી. તે પછી ફ્રાન્સમાં હિંસાની સ્થિતિ બનેલી છે. પાછલી ચાર રાતોમાં ફ્રાન્સમાં અલગ-અલગ શહેરોમાં પ્રદર્શનકારીઓ તરફથી ભારે આગચંપી સહિતના હિંસક ઘટનાઓ થઇ છે, જેમાં અનેક કારો, સરકારી ઈમારતો નષ્ટ થઇ ગઇ છે. સ્થિતિ પર કંટ્રોલ કરવા માટે ફ્રાન્સના રસ્તાઓ પર 45 હજાર પોલીસ કર્મચારી ઉતારવામાં આવ્યા છે.

ગોળી મારનાર પોલીસ અધિકારીએ માંગી માફી

ગોળી મારનાર પોલીસ અધિકારી પર હત્યાનો આરોપ નોંધવામાં આવ્યો છે. જોકે નાહેલને ગોળી મારનારા પોલીસ અધિકારીએ તેમના પરિવાર પાસે માફી માંગી લીધી છે. પરંતુ આ 17 વર્ષીય અલ્જેરિયન મૂળના કિશોરના મૃત્યુ પછી લોકો ફ્રેન્ચ ઉપનગરોની પોલીસમાં પોલીસિંગ અને વંશીય પ્રોફાઇલિંગ પર સવાલ ઉઠાવી રહ્યા છે.

કોણ હતો નાહેલ

પોલીસે જે 17 વર્ષિય નાહેલને ગોળી મારી તે પોતાની માંનો એકમાત્ર સંતાન હતા. તે ડિલીવરી બોયનું કામ કરતો હતો અને રૂગ્બીનો લીગ પ્લેયર હતો. તેમનો અભ્યાસ વ્યવસ્થિત રીતે થયો ન હતો. તેને તેના વતન નજીકની કોલેજ ઓફ સારાસેન્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાં તેને ઈલેક્ટ્રિશિયનના રૂપમાં ટ્રેનિંગ લેવા માટે મોકલ્યો હતો. જોકે, તે કોલેજમાં ખુબ જ ઓછી હાજરી આપતો હતો. નાનતેરે

નાનતેરેમાં તેના ઘરની આસપાસ રહેનારા લોકો તેને સારા સ્વભાવનો બાળક ગણાવે છે. તે પોતાની માં મોનિયા સાથે રહેતો હતો. તેના પિતા અંગે કોઇને જાણકારી નથી. નાહેલનો કોઈ જ અપરાધિક રેકોર્ડ નથી. પરંતુ પોલીસ તેને જાણતી હતી. જે દિવસે તેને ગોળી મારવામાં આવી તે દિવસે તેને પોતાની માંને ડ્યુટી પર જતાં સમયે ખુબ જ પ્રેમથી વિદાય આપી હતી.

આ પણ વાંચો- અખિલેશ યાદવના આકરા વાર, ‘ભાજપના શાસનમાં આવી રહ્યાં છે મોંઘા વીજળી બિલ, ઉદ્યોગો અટકી રહ્યાં છે’

Back to top button