ઉચ્ચતર માધ્યમિક માટે તૈયારી કરતા ઉમેદવારો માટે વધુ એક પરીક્ષાની તારીખો રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવી છે. રાજ્યમાં ઉચ્ચતર માધ્યમિક માટે TATની પરીક્ષાની તારીખ જાહેર કરી દીધી છે.
ઉચ્ચતર માધ્યમિક માટે TATની પરીક્ષાની તારીખો જાહેર
રાજ્યમાં TATની પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટે અગત્યના સમાચાર સામે આવ્યા છે. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ઉચ્ચતર માધ્યમિક માટે TATની પરીક્ષાની તારીખો જાહેર કરી દેવામાં આવી છે.જાહેરનામામાં જણાવ્યા પ્રમાણે આગામી 6 ઓગસ્ટના રોજ પ્રાથમિક પરીક્ષા (બહુવિકલ્પ સ્વરૂપ) લેવામાં આવશે. જ્યારે 17 સેપ્ટેમ્બરે મુખ્ય પરીક્ષા (વર્ણનાત્મક લેખિત સ્વરૂપ) યોજાશે.
5 જુલાઈથી 15 જુલાઈ સુધી ઉમેદવારી પત્ર ભરી શકાશે
ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા શિક્ષક અભિરૂચિ કસોટી ઉચ્ચતર માધ્યમિક માટે TAT-HIGHER SECONDARYની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરાયો છે. જેમાં જણાવ્યા પ્રમાણે TATની પરીક્ષા માટે ચાર દિવસ બાદ એટલે કે 5 જુલાઈથી 15 જુલાઈ સુધી ઉમેદવારી પત્ર ભરી શકાશે. ઉમેદવારો http://ojas.gujarat.gov.in પર ઓનલાઈન ફોર્મ ભરી શકાશે. ઉમેદવારોએ ફોર્મ ભર્યા બાદ 5 જુલાઈથી 17 જુલાઈ સુધી ફી સ્વીકાર કરવામાં આવશે. ઉમેદવારોએ નેટ બેકિંગથી આ ફી ભરી શકશે. મહત્વનું છે કે આ પરીક્ષા નવી શિક્ષણ નીતિ મુજબ લેવાશે.
આ પણ વાંચો : બેંકિંગથી લઈને પાન કાર્ડ સુધી, આજથી બદલાઈ ગયા આ મોટા નિયમો; જેની સીધી અસર તમારા ખિસ્સા પર પડશે