ઓનલાઇન જૂગાર રમાડતી એપ્સે રાજકોટના યુવકનો લીધો જીવ; દેવું વધી જતા યુવકે કરી આત્મહત્યા
રાજકોટ: વર્તમાન સમયમાં ઓનલાઈન જૂગારની સંખ્યાબંધ એપ્લિકેશન લોન્ચ થઇ ગઇ છે. કેટલીક એપ્લિકેશનની જાહેરાત તો દેશના હિરો-હિરોઇન અને ક્રિકેટરો કરી રહ્યાં છે. સરકાર એક તરફ જૂગારને લગતી એપ્સ પર પ્રતિબંધ મૂકવાની વાત કરી રહી છે તો બીજી તરફ દેશની મોટી-મોટી હસ્તિઓ આવી એપ્સની જાહેરાતો કરીને કરોડો રૂપિયાની કમાણી કરે છે. પરંતુ હવે તેની નકારાત્મક અસરોના સમાચાર સામે આવવા લાગ્યા છે. રાજકોટના એક યુવા આવી જ કોઈ એપ્સમાં જૂગારની લતમાં સપડાય છે અને અંતે દેવું વધી જતાં આત્મહત્યા કરી લે છે.
રાજકોટમાં ચાર્ટડ એકાઉન્ટન્ટ(CA)નો અભ્યાસ કરતા એક યુવકે આજી ડેમમાં ઝંપલાવીને જીવન ટૂંકાવ્યું છે. આ યુવકે આપઘાત પહેલા એક વીડિયો પણ બનાવ્યો હતો અને તેના પિતાને મોકલ્યો હતો. આ વીડિયોમાં યુવકે તીનપત્તી ગેમમાં લાખો રુપિયા ગુમાવ્યા હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાની જાણ ફાયર બ્રિગેડની ટીમને થતા તેના મૃતદેહની શોધખોળ હાથ ધરી છે.
પ્રાથમિક વિગતો મુજબ સીએનો અભ્યાસ કરતા શુભમ બગથરિયા નામના યુવકે આજી નદીમાં ઝંપલાવીને પોતાનું જીવન ટૂંકાવ્યુ હતું. આ યુવકે આજી નદીમાં ઝંપલાવતા પહેલા એક વીડિયો બનાવ્યો હતો અને તેમના પિતાને તે વીડિયો મોકલ્યો હતો. આ વીડિયોમાં ઓનલાઈન તીનપત્તી ગેમમાં લાખો રુપિયા ગુમાવ્યાનું કહ્યું હતું તેમજ અન્ય કેટલાક કારણોને લઈને આપઘાત કરવાની વાત પણ કહી હતી.
રાજકોટમાં ચાર્ટડ એકાઉન્ટન્ટ(CA)નો અભ્યાસ કરતા એક યુવકે આજી ડેમમાં ઝંપલાવીને જીવન ટૂંકાવ્યું #rajkot #rajkotnews #gujaratupdates #crimealert #Gujarat #GujaratiNews #humdekhengenews pic.twitter.com/oIOu0ZZFqA
— Hum Dekhenge News (@humdekhengenews) June 30, 2023
રાજકોટમાં ગઈકાલે સાંજે શુભમ નામના યુવકે તેના મોબાઈલમાં એક વીડિયો બનાવી તેના પપ્પાને મોકલ્યો હતો. આ વીડિયોને જોતાં તેમના પગ તળેથી જમીન સરકી ગઈ હતી અને આક્રંદ સાથે પરિવાર પર શોકનું મોજુ ફરી વળ્યુ હતું. શુભમના પરિવારે રાતભર તેમને શોધવા નીકળી ગયો હતો. આજે સવારે લોકેશન મળતાં જ વહેલી સવારે શુભમના મૃતદેહની શોધખોળ હાથ ધરી છે.
શુભમે આપઘાત પહેલા વીડિયોમાં કહ્યું કે, મારાથી એટલા પાપ થઈ ગયા છે ને, હું શબ્દોમાં કહી શકું તેમ નથી, આજી નદી છે, હું તેમા કૂદું છું, કોઈનો કાંઇ વાંક નથી. મારા શેઠ બધા સારા હતા, એના 65 હજાર રૂપિયા, હર્ષના 30 હજાર, અશ્વિનભાઈના 20 હજાર અને 15 હજાર એના શેરના ઓનલાઈન તીનપત્તીમાં હું હારી ગયો, એટલે જાન નથી દેતો, પરંતુ તે સિવાય પણ અનેક કારણ છે , હું જિંદગીથી હવે થાકી ગયો છું, હવે હું સુસાઇડ કરવા માંગુ છું આ નદીમાં. બહુ થઈ ગયું, પપ્પા-મમ્મી આઇ લવ યુ. હસતાં રહેજો, અને બની શકે તો, મને માફ કરી દેજો, અને મારા વગર જિંદગી જીવવાનો ટ્રાય કરજો પ્લીઝ..જિંદગી જીવજો.
આ પણ વાંચો :બનાસકાંઠા: જિલ્લાના વાહનચાલકો આનંદો, ચાર જગ્યાએ આરટીઓ કચેરી કેમ્પ લગાવાશે