વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા ફરી એક વાર આગાહી કરવામા આવી છે. જેમાં હવામાન વિભાગે રાજ્યમાં 24 કલાક ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની વકી છે. આ સાથે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં સામાન્ય વરસાદની શક્યતા છે. અને અમદાવાદમાં સામાન્ય વરસાદ પડવાની આગાહી કરવામા આવી છે.
આગામી 24 કલાક રાજયમાં અતિભારે વરસાદની આગાહી
હવામાન વિભાગ દ્વારા રાજયમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરી છે. નવસારી, ડાંગ, તાપી, નર્મદા, ભરૂચ, આણંદમાં ભારે વરસાદનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. આ સાથે જ જામનગર, દ્વારકા, પોરબંદર, અમરેલી, ભાવનગર, રાજકોટમાં ભારે વરસાદની આગાહી કરવામા આવી છે.
રાજ્યમાં અત્યાર સુધી આટલો વરસાદ નોંધાયો
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે અમદાવાદમાં સામાન્ય વરસાદ રહેશે. આ ઉપરાંત 2 જુલાઈથી રાજયમાં વરસાદનું જોર ઘટશે. મહત્વનું છે કે અત્યાર સુધીમાં ગુજરાતમાં 229.2 મીમી વરસાદ નોંધાયો છે.
આ પણ વાંચો : BreakingNews: ગુજરાતની સૌથી મોટી યુનિવર્સિટીને મળ્યા પહેલા મહિલા કુલપતિ