બાળકોના તોફાનથી થાકી ગયા હો તો અપનાવો આ ટિપ્સ
- દરેક પેરેન્ટ્સ પોતાના બાળકોના સારા ઉછેર માટે રોજ મહેનત કરે છે
- આજના હાઇપર એક્ટિવ બાળકોને હેન્ડલ કરવા કોઇ પણ વ્યક્તિ માટે મુશ્કેલ હોય છે
- બાળકોને તેના ગ્રાન્ડ પેરેન્ટ્સને સોંપીને નાનો બ્રેક લો
દરેક પેરેન્ટ્સ પોતાના બાળકોના ઉછેરમાં કોઇ પ્રકારની કમી રાખવા ઇચ્છા નથી. દરેક પેરેન્ટ્સ પોતાના બાળકોના સારા ઉછેર માટે રોજ મહેનત કરે છે. પેરેન્ટિંગ જેટલો આરામ આપતો અહેસાસ છે, તેટલો માથાનો દુખાવો પણ કહી શકાય. બાળકોને મોટા કરવા કંઇ ચાવવાના ખેલ નથી. વળી, આજના હાઇપર એક્ટિવ બાળકોને હેન્ડલ કરવા કોઇ પણ વ્યક્તિ માટે મુશ્કેલ હોય છે. તમારે શાંત રહીને બાળકોનો ઉછેર કરવો પડશે. જો તમે ગુસ્સો નહીં કરો તો તમારા બાળકો આંજ્ઞાકારી થશે અને સભ્ય બનશે. તમારે ધીરજ રાખવી પડશે. કેટલીક ટિપ્સ ફોલો કરીને તમે તોફાની બાળકોને સારી રીતે સાચવી શકશો.
નાના નાના બ્રેક લો
જો બાળકોનું દિવસ રાત ધ્યાન રાખતા રાખતા તમે થાક અનુભવતા હો તો તમારે નાના નાના બ્રેક લેવા જોઇએ. તમે બાળકોને તેના ગ્રાન્ડ પેરેન્ટ્સને સોંપીને કે પછી કોઇ જવાબદાર વ્યક્તિને સોંપી શકો છો. ત્યારબાદ ઉંડા શ્વાસ લો, મેડિટેશન કરો અથવા તમારો સ્ટ્રેસ ઘટાડવા માટે રિફ્રેશિંગ ઉંઘ લો.
મેડિટેશન કરો
જો તમે બાળકોના તોફાનથી ખૂબ પરેશાન રહેતા હો તો શક્ય છે કે તમારો ગુસ્સો કોઇ પણ સમયે ફુટી નીકળે છે. ખુદને શાંત રાખવા માટે તમે મેડિટેશનનો સહારો લઇ શકો છો. મેડિટેશનની મદદથી તમે ખુદને થોડા શાંત અને રિફ્રેશિંગ અનુભવશો.
બાળકોની વાતોને સમજો
જો તમે બાળકોની જગ્યાએ ખુદને રાખશો તો તમે સમજી શકશો કે બાળકો જે તોફાન કરે છે તે નોર્મલ છે. આ રીતે તમે બાળકોની માનસિકતાને સમજવાની કોશિશ કરો. જ્યારે તમને બાળકોની કોઇ વાત પર ગુસ્સો આવે ત્યારે બાળકોને સમજવાનો, તેમની ભાવનાઓને સમજવાનો પ્રયાસ કરો.
ભુલો કરવી પણ જરૂરી
આમ તો પેરેન્ટ્સ બાળકોને ભુલો કરતા રોકે છે. બાળકોને ખોટી નિર્ણયો લેતા રોકે છે, પરંતુ ક્યારેક ક્યારેક કેટલીક વસ્તુઓમાં ભુલો કરવા દેવી જરૂરી છે. તમારે એ જાણવુ જરૂરી છે કે બાળકો તેમની ભુલોમાંથી જ શીખે છે. તેથી દરેક નાના નાના કામમાં બાળકોની ભુલો કાઢવાની બંધ કરી દેજો.
આ પણ વાંચોઃBreakingNews: ગુજરાતની સૌથી મોટી યુનિવર્સિટીને મળ્યા પહેલા મહિલા કુલપતિ