ટ્રેન્ડિંગધર્મ

જયા પાર્વતી વ્રતનો પ્રારંભઃ મનગમતો પતિ મેળવવા કરો શિવ-પાર્વતીને પ્રસન્ન

  • આ વ્રત અષાઢ સુદ તેરસથી શરૂ થાય છે અને પાંચ દિવસ ચાલે છે
  • આ વ્રત દરમિયાન મોળુ જમવામાં આવે છે અને અન્ન ન ખાવુ
  • 5 જુલાઇ, 2023ના રોજ આ વ્રતનું જાગરણ રહેશે

જયા પાર્વતી વ્રત એ શિવ પાર્વતીની પૂજા અર્ચનાનું વ્રત છે. આ વ્રત અષાઢ સુદ તેરસથી શરૂ થાય છે અને પાંચ દિવસ ચાલે છે. 1 જુલાઈ 2023 શનિવારથી આ વ્રતની શરૂઆત થઇ છે અને 5 જુલાઈ 2023 બુધવારે તેની પુર્ણાહુતિ થશે. અષાઢ સુદ તેરસથી અષાઢ વદ બીજ સુધી જયાપાર્વતી વ્રત કરવામાં આવે છે. આ વ્રતમાં મોળું જમવાનું હોય છે.
જયા પાર્વતી વ્રતનો પ્રારંભઃ મનગમતો પતિ મેળવવા કરો શિવ-પાર્વતીને પ્રસન્ન hum dekhenge news

પહેલા જાણીએ વ્રતમાં શુ શુ કરવું?

  •  વ્રત શરૂ કરતા પહેલા વાસણમાં માટી ભરીને જુવાર-ઘંઉ-મગના જુવારા ઉગાડવા. જુવારા ઊગી જાય ત્યારબાદ જયા-પાર્વતી વ્રતમાં પાંચ દિવસ સુધી નિત્ય જુવારાનું પૂજન કરવું
  • જ્યા પાર્વતી વ્રત દરમિયાન સવારે વહેલા ઉઠીને નિત્ય કાર્યથી પરવારીને મંદિરમાં જઈને શંકર પાર્વતીની વિધિ પૂર્વક પૂજા કરો રૂ નો હાર બનાવવો, જેને નાગલા કહેવાય છે. જુવારાને આ હાર નિત્ય અર્પણ કરવો.
  • મા પાર્વતી પાસે પરણિત બહેનોએ અખંડ સૌભાગ્ય તેમજ કુંવારી કન્યાઓએ સારા વરની માંગણી કરી, આશિર્વાદ પ્રાપ્ત કરવા.
  • વ્રત દરમિયાન ખૂબ ખુશ રહેવુ
  • છઠ્ઠા દિવસે સવારે મંદિરમાં જઇ મા પાર્વતીની પૂજા આરાધના કરી મીઠું અને લોટની સામગ્રી બનાવીને ખોરાક લઇને વ્રત પૂર્ણ કરી શકાય છે.
  • વ્રતના અંતિમ દિવસે રાત્રી જાગરણ કરવાનું મહત્વ છે.
  •  વ્રતની ઉજવણી પાંચ વર્ષને અંતે, સાત વર્ષને અંતે કે પછી 9 વર્ષને અંતે કરી શકાય છે.

શા માટે કરવામાં આવે છે વ્રત?

આ વ્રત જે કુંવારી છોકરી કરે છે તેને ઉત્તમ સંસ્કારી છોકરો પતિ તરીકે મળે છે. શાસ્ત્રો મુજબ આ વ્રત 5 વર્ષ અથવા 11 કરવાનું હોય છે. વ્રત કરનારે વ્રત પૂરું થયા બાદ બ્રાહ્મણ દંપતીને જમાડવું. વ્રતના અંતમાં આખી રાતનું જાગરણ કરી કુંવારિકાઓ વ્રતનું સમાપન કરે છે, આ વ્રત કુંવારિકાઓને કરવાનું હોય છે, પરંતુ અલગ અલગ રિવાજ મુજબ સૌભાગ્યવતી સ્ત્રીઓ પણ કરી શકે છે. ઓછામાં ઓછા પાંચ વર્ષ અને વધુમાં વધુ વીસ વર્ષ સુધી આ વ્રત કરવામાં આવે છે.

માતા પાર્વતીએ શિવજીને મેળવવા કર્યુ હતુ આ વ્રત

આ વ્રત સૌ પ્રથમ માતા પાર્વતીએ શિવજીને પ્રાપ્ત કરવા માટે કર્યું હતું. ત્યારબાદ માતા સીતાએ માતા પાર્વતીની પૂજા કરીમનગમતા વરની પ્રાપ્તિ માટે પ્રાર્થના કરી હતી અને માતા પાર્વતી એ પ્રસન્ન થઈ મનગમતા વરનું વરદાન આપ્યું હતું.

જયા પાર્વતી વ્રતનો પ્રારંભઃ મનગમતો પતિ મેળવવા કરો શિવ-પાર્વતીને પ્રસન્ન hum dekhenge news

ગૌરી વ્રતમાં શુ ન કરવુ

  • વ્રત દરમિયાન સવારે પૂજા કર્યા સિવાય કંઈ પણ ગ્રહણ કરવુ નહી
  • વ્રત દરમિયાન મીઠુ અને અન્ન બિલકુલ ખાવુ ન જોઈએ
  • જયા પાર્વતી વ્રતમાં ઘરમાં કજિયા કંકાસ કરવો નહી
  • આ વ્રત કરનાર યુવતીઓએ વ્રત દરમિયાન ધાર્મિક પુસ્તકો વાંચવા જોઈએ તેનાથી મન શુદ્ધ રહે છે

આ પણ વાંચોઃ બાળકને દત્તક કઈ રીતે લઈ શકાય? જાણો સમગ્ર પ્રકિયા

Back to top button