Manipur Violence : બેકાબૂ હિંસા વચ્ચે CM બિરેન સિંહ આજે આપી શકે છે રાજીનામું
હિંસા પ્રભાવિત મણિપુરથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અહેવાલો મુજબ મણિપુરના CM બિરેન સિંહ CM પદ પરથી રાજીનામું આપી શકે છે. કહેવામાં આવી રહ્યું છે કે આજે રાજ્યપાલને મળ્યા બાદ તેઓ રાજીનામું આપી શકે છે. મણિપુર લગભગ બે મહિનાથી હિંસાની આગમાં સળગી રહ્યું છે. રાજ્યમાં 3 મેના રોજ શરૂ થયેલી જાતિય હિંસા અટકવાનું નામ નથી લઈ રહી. અથડામણ, ગોળીબાર, મકાનો અને દુકાનો સળગાવવાની ઘટનાઓ સમયાંતરે સામે આવે છે. એક દિવસ પહેલા, 29 જૂને, કાંગપોકપીમાં બે લોકોના મોત થયા હતા. છેલ્લા 2 મહિનામાં હિંસાને કારણે 100થી વધુ લોકોના મોત થયા છે. તેથી જ સીએમ બિરેન સિંહ પર આરોપો લાગી રહ્યા છે કે તેઓ હિંસા રોકવામાં સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યા છે.
બપોરે રાજ્યપાલને મળ્યા બાદ આપી શકે છે રાજીનામુ
સૂત્રોના જણાવ્યા અનુસાર બિરેન સિંહ આજે બપોરે લગભગ 1 વાગ્યે મણિપુરના રાજ્યપાલ અનુસુયા ઉઇકેને પોતાનું રાજીનામું સોંપશે. રાજ્યમાં લગભગ બે મહિનાની અશાંતિ પછી પણ તેઓ રાજ્યમાં શાંતિ સ્થાપવામાં નિષ્ફળ રહ્યા છે. જેથીવિપક્ષ લાંબા સમયથી તેમના રાજીનામાની માંગ કરી રહ્યો છે.
તાજેતરમાં મુખ્યમંત્રીએ ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી
મુખ્યમંત્રી બિરેન સિંહે રવિવારે જ ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી અને મણિપુરમાં ચાલી રહેલી હિંસા અંગે વાતચીત થઈ હતી.ત્યારે તેણે કહ્યું હતું કે મેં ગૃહમંત્રીને કહ્યું છે કે મણિપુરમાં અત્યારે કેવી સ્થિતિ છે અને કેવી રીતે સ્થિતિ સુધરી રહી છે.તેમણે કહ્યું હતું કે રાજ્યમાં સ્થિતિ હવે સુધરી રહી છે અને કેન્દ્ર સરકારની મદદથી સ્થિતિ નિયંત્રણમાં છે.
રાજીનામું આપવાનો વિકલ્પ આપવામાં આવ્યો હતો
અહેવાલો અનુસાર, બિરેન સિંહને રાજીનામું આપવાનો વિકલ્પ આપવામાં આવ્યો હતો અથવા કેન્દ્ર હસ્તક્ષેપ કરશે અને સત્તા સંભાળશે. આ પછી મુખ્યમંત્રી પાસે રાજીનામું આપવા સિવાય બીજો કોઈ વિકલ્પ નહોતો.
રાહુલ ગાંધી હજુ પણ મણિપુરમાં પીડિતો મળ્યા
હિંસા વચ્ચે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી હજુ પણ મણિપુરમાં પીડિતોને મળી રહ્યા છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી મણિપુરના મોઇરાંગમાં રાહત શિબિરમાં રહેતા અસરગ્રસ્તોને મળવા પહોંચ્યા હતા. અહીં તેમણે લોકોની હાલત પૂછી હતી. રાહુલ ગાંધીએ લોકોને શાંતિ જાળવવાની અપીલ કરી છે.
આ પણ વાંચો : દિલ્હી યુનિવર્સિટીના સમારોહમાં જવા માટે PM મોદીએ મેટ્રોમાં કરી સફર, મુસાફરો સાથે કરી વાતચીત