DUમાં બોલ્યા PM, ‘અમારું લક્ષ્ય 2047 સુધીમાં વિકસિત ભારત બનાવવાનું છે’
HD ન્યુઝ ડેસ્કઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હી યુનિવર્સિટીના શતાબ્દી સમારોહના સમાપન સત્રને સંબોધિત કરી રહ્યા છે. પીએમ મોદીએ આ દરમિયાન કહ્યું, જ્યારે મને આમંત્રણ મળ્યું ત્યારે મેં નક્કી કર્યું હતું કે મારે આવવું જ પડશે. હું ખુશ છું કે મને આ વાતાવરણમાં આવવાનો મોકો મળ્યો છે, આજે હું મેટ્રોથી યુવા મિત્રો સાથે વાતચીત કરીને આવ્યો છું.
સિદ્ધિઓના સાચા પ્રતીકઃ દિલ્હી યુનિવર્સિટીના 100 વર્ષ પૂર્ણ થવા પર વડાપ્રધાન મોદીએ કહ્યું કે, તે કોઈપણ દેશ હોય, તેની યુનિવર્સિટીઓ અને શૈક્ષણિક સંસ્થાઓ તેની સિદ્ધિઓના સાચા પ્રતીક છે. દિલ્હી યુનિવર્સિટી માત્ર યુનિવર્સિટી નથી પણ એક ક્ષણ છે. આ યુનિવર્સિટીએ દરેક ક્ષણ જીવી છે, આ યુનિવર્સિટીએ દરેક ક્ષણને જીવન આપ્યું છે.
ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનું લક્ષ્ય: પીએમ મોદીએ સમારોહમાં ઉપસ્થિત શિક્ષકોને સંબોધતા 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાના સંકલ્પને પુનરોચ્ચાર કર્યો હતો. પીએમ મોદીએ કહ્યું, જ્યારે હું ભૂતકાળમાં અમેરિકાના પ્રવાસે ગયો હતો, તે દરમિયાન મને સમજાયું કે વિશ્વમાં આપણા દેશનું સન્માન ઝડપથી વધ્યું છે. આજે ભારત વિશ્વની 5મી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. દેશના જેન્ડર રેશિયોમાં સુધારો થયો છે અને ભારતની ડ્રોન નીતિમાં પણ મોટો ફેરફાર કરવામાં આવ્યો છે.
આ પણ વાંચોઃ નરેન્દ્ર મોદી પીએમ જોઈએ કે રાહુલ ગાંધી, વિપક્ષી પાર્ટીઓની બેઠક પર અમિત શાહનો પ્રહાર